મહેસાણામાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ
મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘વિકસિત ભારત 2047’ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે તાલુકા કક્ષાનું ચિત્ર પ્રદર્શન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુક
મહેસાણામાં ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ


મહેસાણા, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : ‘વિકસિત ભારત 2047’ અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે તાલુકા કક્ષાનું ચિત્ર પ્રદર્શન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા વિધાનસભાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મનોજભાઈ પટેલે મુલાકાત લીધી હતી.

ચિત્ર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ સાથે જોડાયેલા વિવિધ વિષયો પર તૈયાર કરવામાં આવેલા ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કલાત્મક રજૂઆતો નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો અને તેમના પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સાથે યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા, શિક્ષણ, સ્વચ્છતા, ટેક્નોલોજી, આત્મનિર્ભરતા તથા દેશના વિકાસ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ કૌશલ્ય અને દેશના વિકાસ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને દેશના વિકાસમાં પોતાની ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી હતી. તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આયોજકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને લઈને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande