દારૂના કેસમાં આરોપી ને PASA હે ઠળ વડોદરા જેલમાં મોકલ્યો.
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપી સામે પોરબંદર જિલ્લા પોલીસે PASA હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ આરોપીને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હ
દારૂના કેસમાં  આરોપી ને PASA હે ઠળ  વડોદરા  જેલમાં  મોકલ્યો.


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપી સામે પોરબંદર જિલ્લા પોલીસે PASA હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ બાદ આરોપીને વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.ભાણવડ તાલુકાના પાસ્તર ગામના 28 વર્ષીય જયેશ ટપુભાઈ મોરીને બગવદર પોલીસ સ્ટેશનના ગુનામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કંપનીસીલ પેક બોટલો નંગ-234, જેની કુલ કિંમત રૂ. 2,57,400 હોવાનું નોંધ્યું છે. આ કેસ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 116બી, 98(2) અને 81 હેઠળ નોંધાયો હતો. આરોપી વિરુદ્ધ PASA હેઠળ અટકાયતી કાર્યવાહી કરવા માટે દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી. પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ વડોદરા જેલમાં અટકાયત રાખવાનો વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ LCBના ઇન્ચાર્જ PI આર.કે.કાંબરીયાએ PASA વોરંટની બજવણી કરી આરોપીને વડોદરા જેલખાતે મોકલી આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande