સિદ્ધપુરમાં વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ માટે નવી મોટી વરસાદી ગટર લાઈન અને સીસી રોડ બનાવવાની કામગીરીને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી.
પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં પોલીસ લાઈનથી પસવાદળની પોળ સુધી ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાની સામાન્ય સભામાં નવી મોટી વરસાદી ગટર લાઈન અને સીસી રોડ બનાવવાની કામગીરીને સર્
સિદ્ધપુરમાં વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ માટે નવી મોટી વરસાદી ગટર લાઈન અને સીસી રોડ બનાવવાની કામગીરીને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી.


પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં પોલીસ લાઈનથી પસવાદળની પોળ સુધી ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાની સામાન્ય સભામાં નવી મોટી વરસાદી ગટર લાઈન અને સીસી રોડ બનાવવાની કામગીરીને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરીથી લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા સ્થાનિકોને રાહત મળવાની આશા છે.

પોલીસ લાઈન, સિદ્ધેશ્વરી સોસાયટી, બુરહાની સોસાયટી, બદ્રીપુરા, ગુરુનાનક સોસાયટી, ઘનશ્યામ સોસાયટી, લીલાશાહ નગર સોસાયટી, અભિનય હાઈસ્કૂલ અને રાજપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું. પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાતો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ અંગે વોર્ડ નંબર-3ના સદસ્ય તન્વીબેન દવેએ ચીફ ઓફિસર અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.

રજૂઆતને પગલે પાલિકા પ્રમુખ રણજીતભાઈ સોલંકી, ઉપપ્રમુખ પ્રમોદભાઈ પટેલ, કારોબારી ચેરમેન અંકુરભાઈ મારફતિયા સહિત તમામ સદસ્યોની હાજરીમાં વિકાસકામને મંજૂરી આપવામાં આવી છે. હવે વિસ્તારમાં મોટી વરસાદી ગટર લાઈન નાખવાની સાથે રસ્તાને આશરે 3 ફૂટ ઊંડો ઉતારી નવો સીસી રોડ બનાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande