



પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતાં સાયલન્સર
લગાવીને ફરતા છકડા રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસ
દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં
આવી હતી. શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે કર્કશ અવાજ કરતાં સાયલન્સર
ધરાવતા છકડા રિક્ષાઓને રોકી
તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 52 જેટલા છકડા
રિક્ષાચાલકોને ટ્રાફિક ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.
*કર્કશ સાયલન્સર દૂર કરી કંપનીના સાયલન્સર લગાવવા સૂચના*
ટ્રાફિક ઓફિસ ખાતે લાવવામાં આવેલા છકડા
રિક્ષાચાલકોને તેમનાવાહનોમાં
લગાવવામાં આવેલા કર્કશ અવાજ કરતાં સાયલન્સર અંગે સમજ આપવામાં આવી હતી. આવા સાયલન્સરના કારણે વાહનચાલકો તેમજ આસપાસના લોકો માટે
ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોવાથી તેમાં જરૂરી
સુધારો કરવા સૂચના આપવામાં આવી હતી. રિક્ષાચાલકોને કંપની
દ્વારા નિર્ધારિત અને મંજૂર
સાયલન્સર ફીટ કરવા માટે સમજ કરવામાં આવી હતી.
*રૂ.22 હજારનો સ્થળ દંડ વસૂલાયો*
ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન
નિયમોનું પાલન નહીં કરતા તથા અપૂરતા દસ્તાવેજો ધરાવતા વાહનચાલકો પાસેથી કુલ રૂ.22 હજારનો સ્થળ દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક વિભાગની
આ કાર્યવાહીથી કર્કશ સાયલન્સર સાથે શહેરમાં ફરતા રિક્ષાચાલકોમાં પણ નિયમોના પાલન અંગે સંદેશો
પહોંચ્યો છે. શહેરમાં વાહનચાલકો ટ્રાફિક
નિયમોનું પાલન કરે અને વાહનોમાં કંપની દ્વારામંજૂર કરાયેલા સાયલન્સરનો જ ઉપયોગ કરે
તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya