
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં છેલ્લા 16 વર્ષથી જીવદયા ક્ષેત્રે સેવાકાર્ય કરતી ઉદય કારાવદરા ચેરીટેબલ
એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા દેગામ
નજીક અંદાજેરૂ.7 કરોડના ખર્ચે ‘ઉદય પશુ આશ્રમ’નું નિર્માણ કરવામાં આવશે. આ અંગે ઝુંડાળામાં શ્રી
માલદેવરાણા કેશવાલા મહેર સમાજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ ડો.
નેહલબેન કારાવદરાએ પ્રોજેક્ટ અંગે માહિતી આપી
હતી.બોખીરા ખાતે કાર્યરત સંસ્થાના હાલના શેલ્ટરમાં આશરે 350 અબોલ જીવોને આશ્રય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા 75 હજારથી વધુ પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.
હાલની ક્ષમતા સામે જરૂરિયાત વધતાં નવા
આશ્રમનું આયોજન કરવામાં આવ્યું છે.નવા પ્રોજેક્ટમાં માત્ર આશ્રયની
વ્યવસ્થા નહીં પરંતુ સંપૂર્ણ હોસ્પિટલ કેમ્પસ
ઊભું કરાશે.અત્યાધુનિક હોસ્પિટલ બ્લોકમાં રેસ્ક્યુ
રૂમ, ઇમરજન્સી વોર્ડ, ઓપરેશન થિયેટર, મેડિકલસ્ટોર, ડોક્ટર કેબિન અને અલગ-અલગ સારવાર વોર્ડ બનાવવામાં આવશે. ગંભીર ઇજાઓ, ફ્રેક્ચર, કેન્સર તથા પ્રસૂતિની જટિલ પરિસ્થિતિમાં સર્જરીની સુવિધા પણ
ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.આ ઉપરાંત શ્વાન માટે મોટા શેડ અને પ્લેએરિયા, બિલાડીઓ માટે અલગ શેલ્ટર, ઘાયલ પક્ષીઓ માટે વિશાળ એવિયરી, ગૌવંશ માટે કેટલ એરિયા તથા અન્ય સુવિધાઓ
વિકસાવવામાં આવશે. કેમ્પસમાં કિચન, ગોડાઉન, ઓફિસ, વોશિંગ એરિયા અને પાણીની વ્યવસ્થા પણ રહેશે.સંસ્થા દ્વારા 24 કલાક વિનામૂલ્યે એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ સેવા, સારવાર, ઓપરેશન, રસીકરણ તથા નસબંધી જેવી સેવાઓ પણ કરવામાં આવે છે. કોરોના કાળમાં દરરોજ 1,000થી વધુ અબોલ જીવો માટે ભોજન તેમજ લમ્પી રોગચાળા દરમિયાન 550થી વધુ ગૌવંશ માટે આઇસોલેશન અને 10 હજારથી વધુ ગૌવંશનું રસીકરણ કરાયું હોવાનું
જણાવાયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya