
વલસાડ, 28 સપ્ટેમ્બર (હિ.સ.) નારી સશક્તિકરણ અને જરૂરિયાતમંદ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી ક્લબ 1001 હેલપિંગ હેન્ડ્સ અને સેવા પરમો ધર્મ દ્વારા ખારવેલ સ્થિત બી. આર. ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ૧૧ બહેનોને ૧૧ સિલાઈ મશીન ભેટ આપવામાં આવી હતી. આ પહેલનો હેતુ મહિલાઓને પોતાના કૌશલ્ય દ્વારા રોજગારની તક આપી આત્મનિર્ભર બનાવવાનો છે.
આ પ્રસંગે ક્લબ 1001 હેલપિંગ હેન્ડ્સ ના સ્થાપક ભાવિન પટેલે જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દરેક બહેન પોતાના કૌશલ્યના આધારે આત્મનિર્ભર બને અને પરિવાર માટે આર્થિક સહારો બની શકે તેવો છે.
વલસાડના શિક્ષણ નિરીક્ષક ડૉ. બિપિનભાઈ પટેલે ક્લબ 1001 હેલપિંગ હેન્ડ્સ દ્વારા માનવ સેવા તેમજ અબોલ પશુ-પક્ષીઓ માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ મહિલા માટે સિલાઈ મશીન રોજગારનું સાધન બની શકે છે અને પરિવારના આર્થિક આધારને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
કાર્યક્રમમાં સેવા પરમો ધર્મના પ્રમુખ ભાવેશભાઈ મહેતા, બી. આર. ઈન્ટરનેશનલ સ્કૂલ ખારવેલના મેનેજર પોખરાજ ધ્યાવાલા, રૈનબોવ વોરરીર્સ ધરમપુર ના Co-o શંકરભાઈ પટેલ, શીતલ છાંયડો લાઇબ્રેરી, નગરિયાના જયંતીભાઈ પટેલ, RTO કચેરી, વલસાડના મહેશભાઈ ગરાસિયા, ડૉ.વીરેન્દ્ર ગરાસિયા, વિપુલભાઈ ચોનકર, મિતેશ પટેલ, પ્રકાશભાઈ સુરતી અને સામાજિક કાર્યકર સુરેન્દ્ર ભાઈ મહાકાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું આયોજન અને સંચાલન ક્લબ 1001 હેલપિંગ હેન્ડ્સ , સેવા પરમો ધર્મ અને રૈનબોવ વોરરીર્સ ધરમપુર દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha