પોરબંદરના શીતલપાર્ક માંથી 3 મહિનાથી ગુમ વ્યક્તિ મળી આવ્યો
પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના શીતલપાર્ક વિસ્તાર માંથી ત્રણ મહિનાથી ગુમ થયેલા 38 વર્ષીય હિતેષગીરી રમેશગીરી મેઘનાથીને ઉદ્યોગનગર પોલીસે શોધી કાઢ્યા છે. તા. 27 જૂન, 2026ના રોજ તેઓ મુંબઈ કંપનીની મીટિંગમાં જવાનું કહી પોતાના
શીતલપાર્ક  માંથી  3  મહિનાથી ગુમ વ્યક્તિ  મળી આવ્યો.


પોરબંદર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના શીતલપાર્ક વિસ્તાર માંથી ત્રણ મહિનાથી ગુમ થયેલા 38 વર્ષીય હિતેષગીરી રમેશગીરી મેઘનાથીને ઉદ્યોગનગર પોલીસે શોધી કાઢ્યા છે. તા. 27 જૂન, 2026ના રોજ તેઓ

મુંબઈ કંપનીની મીટિંગમાં જવાનું

કહી પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારજનો દ્વારા ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી.પોરબંદર જિલ્લામાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસની ટીમે તપાસ શરૂ કરી હતી.

હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભોજુભાને મળેલી હકીકતના આધારે ગુમ થયેલા હિતેષગીરી મેઘનાથીને શોધી કાઢવામાં આવ્યા હતા.

આ કામગીરી PI એમ.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એ.એ. ડોડીયા, ASI ભાવિનભાઈ પ્રવીણભાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande