
અમદાવાદ,03 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ આરટીઓની નવી કચેરીનું અમદાવાદમાં હજી થોડા સમય પહેલા જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં દોઢ મહિનાથી AI ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરી દેવાયો છે, જેના કારણે અહીં દરરોજ ફોરવીલ માટે 50 થી 55 દિવસ અને ટુ વ્હીલ માટે 30 દિવસ જેટલું વેઇટિંગ છે.
જોકે, હાલ એક જ ટ્રેક ચાલુ હોવાના કારણે ટુ-વ્હીલરના ટેસ્ટ માટે એક મહિનો અને ફોર વ્હીલરના ટેસ્ટ માટે બે મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, AI ટ્રેકના કારણે ફોર વ્હીલરના 17% અને ટુ-વ્હીલરના ટેસ્ટમાં 73% વાહનચાલકો પાસ થયા છે.
અમદાવાદ આરટીઓમાં હાલ એક જ AI ડ્રાઈવિંગ ટેસ્ટ કાર્યરત છે. જેના કારણે ફોર વ્હીલના ટેસ્ટમાં 50થી 55 દિવસ અને ટુ વ્હીલના ટેસ્ટમાં 30 દિવસનું વેઈટિંગ ચાલી રહ્યું છે. આ વેઇટિંગ ઘટાડવા આરટીઓ ખાતે બીજો ડ્રાઇવિંગ ટેસ્ટ આગામી 8 મહિનામાં શરૂ કરવામાં આવશે.
આ માટે અત્યારે પ્લાનિંગ સહિતની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદ આરટીઓ અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના જણાવ્યા મુજબ અમદાવાદ ખાતે અત્યારે એક AI આધારિત ટ્રેક પાકા લાયસન્સ માટે ચાલુ છે અહીં દરરોજ ફોરવીલ માટે 50 થી 55 દિવસ અને ટુ વ્હીલ માટે 30 દિવસ જેટલું વેઇટિંગ છે.
આરટીઓમાં આગામી 8 મહિનામાં બીજો ટ્રેક બની ગયા બાદ વેટિંગમાં 50% જેટલો ઘટાડો જોવા મળશે. જેને લીધે અરજદારોને સરળતાથી પાકું લાયસન્સ ટેસ્ટ આપીને મળી જશે. અત્યારે દરરોજ ફોરવ્હીલમાં 100 થી 110 અને ટુ વ્હીલમાં 160 થી 180 જેટલા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ