
ગીર સોમનાથ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : આજરોજ એસ ટી નિગમ જૂનાગઢ વિભાગના વિભાગીય નિયામક વી.બી. ડાંગરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ વિભાગના વિજિલન્સ અધિકારી , એસ.એન. કાનપરા અને રમેશભાઈ ચંદ્રવાડિયા તેમજ વેરાવળ એસ.ટી. ડેપો મેનેજર દિલીપ શામળા અને ડેપો ના સુપર વાઇઝર કલ્પેશ શામળા તેમજ ગીર સોમનાથ જીલ્લા RTO કચેરી ના અધિકારી ગોહિલ અને તેમની ટીમ તેમજ ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે મળી બસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાંથી અન અધિકૃત પ્રાઇવેટ વાહન ચાલકો દ્વારા મુસાફરો વહન કરવા સબબ સઘન સી.ઓ. ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 10 થી વધુ પ્રાઇવેટ વાહન ચાલકો ને મેમો આપી રૂપિયા 26 હજાર દંડ ફટકારવા મા આવેલ.
જ્યારે વેરાવળમાં શહેરમાં પણ આડેધડ પાર્કિંગની સમસ્યા ઊભી થવા પામી છે અમુક વાર દર્દીઓ માટેની એમ્બ્યુલન્સને પણ જવાની જગ્યા મળતી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ