રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાંધીનગર તાલુકાની મુલાકાતનો બીજો દિવસ
- વહેલી સવારે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ-ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો, દેશી ગાયનું દુગ્ધ દોહન કર્યું ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્ય
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાંધીનગર તાલુકાની મુલાકાત


રાજ્યપાલની ગાંધીનગર તાલુકાની મુલાકાત


- વહેલી સવારે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ-ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો, દેશી ગાયનું દુગ્ધ દોહન કર્યું

ગાંધીનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રી વિશ્રામ કર્યો. વહેલી સવારે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ-ગ્રામજનો સાથે યોગાભ્યાસ કરીને રોજિંદા જીવનમાં યોગાભ્યાસ અપનાવી નિરોગી રહેવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ તેમણે ગામના અલ્પેશભાઈ પરમારના ઘરે દેશી ગાયનું દુગ્ધ દોહન કર્યું હતું.

પ્રવાસ દરમિયાન રાજ્યપાલએ ગાંધીનગર તાલુકાના છાલા ગામે છેલ્લા ૧૧ વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરતા શિવાભાઈ પટેલના 'શિવમ પ્રાકૃતિક ફાર્મ'ની મુલાકાત લીધી હતી. ફાર્મની જમીનની ગુણવત્તા અને લહેરાતા વૃક્ષો જોઈ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદોઓ અને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ રાજ્યપાલએ અનુસૂચિત જાતિ પરિવારના મંગાભાઈ મહેરીયાના ઘરે તેમના પરિવાર સાથે સવારનો કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande