કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ: જખૌથી કોશા સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુસર મરીન કમાન્ડો દ્વારા વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારી વધારવાના ભાગરૂપે યોજાયેલી આ વિશેષ
કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ


કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોની સઘન પેટ્રોલિંગ


કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છના દરિયાઈ સરહદી વિસ્તારમાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના હેતુસર મરીન કમાન્ડો દ્વારા વિશેષ ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં તકેદારી વધારવાના ભાગરૂપે યોજાયેલી આ વિશેષ ડ્રાઈવ દરમિયાન જખૌ સેક્ટરમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ દરિયાઈ પટ્ટીમાં સઘન તપાસ કરી હતી. ખાસ કરીને સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

ડી.વાય. એસ.પી. આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ જખૌ સેક્ટરની સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા જખૌબંદરથી લઈને મોહાડી, નિમલી વાંઢ, કેરવાંઢ અને કોશા સુધીના દરિયાઈ તટીય વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું. સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાતા અલગ-અલગ વિસ્તારોમાં કમાન્ડોની ટીમો તહેનાત કરી દરિયાકાંઠા તેમજ આસપાસના વિસ્તારોમાં અવરજવર અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન સ્થાનિક માછીમારો સાથે પણ સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરિયામાં માછીમારી દરમિયાન અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળે અથવા કોઈ શંકાસ્પદ બોટ નજરે પડે તો તાત્કાલિક સુરક્ષા તંત્રને જાણ કરવા માછીમારોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. દરિયાઈ માર્ગે થતી કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ પર નજર રાખવા તેમજ આસપાસના વિસ્તારોમાં સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી હતી.

ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, DIGP એ.એમ. મુનિયા અને એસ.પી. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ દરિયાઈ વિસ્તારોમાં આ વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં મરીન કમાન્ડોની સતત પેટ્રોલિંગ, સ્થાનિક માછીમારો સાથે સંકલન અને શંકાસ્પદ હિલચાલ સામે સતર્કતા જાળવવાની કામગીરી દરિયાઈ સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande