અમરેલીના પીપળગ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોક
અમરેલી,03 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના પીપળગ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બંને
અમરેલીના પીપળગ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત, પરિવારમાં શોક


અમરેલી,03 સપ્ટેમ્બર (હિ.સ.)

અમરેલી જિલ્લાના પીપળગ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તળાવ પાસે દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, બંને ભાઈઓ તળાવમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન કોઈ કારણોસર બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં તેમને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, બંને ભાઈઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો. બે સગા ભાઈઓના એકસાથે મોતના સમાચારથી પીપળગ ગામમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બંને ભાઈઓના મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. તળાવમાં નાહવા પડેલા બે ભાઈઓના મોતની આ કરુણ ઘટનાએ પરિવારને ઘેરા આઘાતમાં મૂકી દીધો છે. ગામમાં પણ આ ઘટનાને લઈને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande