તળાજામાં 806 વરિષ્ઠ નાગરિકોને 77 લાખની સહાયક સાધન સહાય
ભાવનગર,30 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા આઈ.ટી.આઈ. ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુ બાંભણીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ધારાસભ્ય ગૌતમ ચૌહા
વરિષ્ઠ નાગરિકોને સાધન વિતરણ કરવામાં આવ્યું


ભાવનગર,30 સપ્ટેમ્બર (હિ.સ.) તળાજા આઈ.ટી.આઈ. ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુ બાંભણીયા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ધારાસભ્ય ગૌતમ ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તળાજા તાલુકાના 806 વરિષ્ઠ નાગરિકોને 77 લાખની કિંમતના કુલ 4527 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નિમુબેન બાંભણીયાએ જણાવ્યું કે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવનોપયોગી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ સાધનો વડીલોની રોજિંદી મુશ્કેલીઓ ઘટાડવાની સાથે જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા વધારવામાં મદદરૂપ બનશે.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વ્હીલચેર, વોકર, ચાલવાની લાકડી, શ્રવણયંત્ર, કમર તથા ઘૂંટણના બ્રેસ સહિતના સાધનો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે.

ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું કે તળાજા વિસ્તારમાં પાણી, રસ્તા, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય સહિતના વિકાસકાર્યો સાથે જરૂરિયાતમંદ વર્ગોની સેવા માટે પણ કામગીરી થઈ રહી છે.

કેમ્પમાં 136 વ્હીલચેર, 565 ચાલવાની લાકડીઓ, 732 શ્રવણયંત્રો, 96 બત્રીસી, 587 કમરના પટ્ટા, 1408 ઘૂંટણના બ્રેસ, 80 ખભાના બ્રેસ, 165 વોકર સહિત વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમમાં સખી મંડળની બહેનો તથા ડૉ. ગણેશ બારૈયાનું સન્માન કરાયું હતું. મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande