બડગામ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી મુસા માર્યો ગયો
બડગામ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાં મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ બડગામ જિલ્લાના ગુરવટકાલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો. તેની ઓળખ સુલેમાન શાહ ઉર્ફે મુસા તરીક
સાંકેતિક


બડગામ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). જમ્મુ-કાશ્મીરમાં મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ બડગામ જિલ્લાના ગુરવટકાલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો. તેની ઓળખ સુલેમાન શાહ ઉર્ફે મુસા તરીકે થઈ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા સુરક્ષા દળોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. વધારાના સુરક્ષા દળોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

જોકે, કાશ્મીરની ચિનાર કોરે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જાહેર કરી નથી, પરંતુ પોલીસ અધિકારીઓએ તેની ઓળખ સુલેમાન શાહ ઉર્ફે મુસા તરીકે કરી છે.

સેનાએ એક્સ પર માહિતી આપી કે, તેમણે અન્ય સુરક્ષા દળો સાથે મળીને સેન્ટ્રલ કાશ્મીરના કોરાગ, યુસમર્ગના સામાન્ય વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ અને પડકાર ફેંક્યો. ત્યારબાદ પડકાર ફેંકવામાં આવતા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના પછી બંને તરફથી ભારે ગોળીબાર થયો, જેમાં એક આતંકવાદી માર્યો ગયો. અધિકારીઓએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન મુસાને દૂધપથરીના દૂરના જંગલવાળા વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યો.

અધિકારીઓએ જણાવ્યું કે, મુસા પીર પંજાલ રેન્જની બંને બાજુ થયેલા ઘણા હુમલાઓમાં સામેલ હતો. આ મહિનાની શરૂઆતમાં યુસમર્ગની ટેકરીઓમાં થયેલા એક એન્કાઉન્ટરમાંથી તે બચી નીકળ્યો હતો. તેનો નજીકનો સાથી યાસિર 5 સપ્ટેમ્બરના રોજ તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અધિકારીઓએ કહ્યું કે, મુસાનું માર્યા જવું એ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા માટે મોટો ફટકો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande