બિગ બોસ 20 માંથી બહાર આવ્યા પછી ઈશા રિખીએ, પહેલી પ્રતિક્રિયા આપી, ચાહકોની માફી માંગી
મુંબઈ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સલમાન ખાનના રિયાલિટી શો ''બિગ બોસ 20'' માં ત્રણ અઠવાડિયા વિતાવ્યા પછી અભિનેત્રી ઈશા રિખીનો પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. ''વીકએન્ડ કા વાર'' માં તેમને દર્શકો તરફથી સૌથી ઓછા વોટ મળ્યા પછી શોમાંથી બહાર થવું પડ્
રીન્કી


મુંબઈ, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ 20' માં ત્રણ અઠવાડિયા વિતાવ્યા પછી અભિનેત્રી ઈશા રિખીનો પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે. 'વીકએન્ડ કા વાર' માં તેમને દર્શકો તરફથી સૌથી ઓછા વોટ મળ્યા પછી શોમાંથી બહાર થવું પડ્યું. બહાર આવ્યા પછી ઈશાએ સોશિયલ મીડિયા પર પોતાનું પહેલું સત્તાવાર નિવેદન શેર કર્યું. તેણે પોતાના ચાહકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, શોમાં વિતાવેલા ત્રણ અઠવાડિયા તેમના માટે ભાવનાઓ, પડકારો, હાસ્ય, આંસુઓ અને અનેક અનુભવોથી ભરેલા રહ્યા, જેને તેઓ હંમેશા યાદ રાખશે.

ઈશાએ પોતાની પોસ્ટમાં સ્વીકાર્યું કે, 'બિગ બોસ'નો પ્રવાસ તેમના માટે સરળ નહોતો. તેણે જણાવ્યું કે, શો દરમિયાન તેમને ઘણી વાર ભાવનાત્મક રીતે તૂટવું પડ્યું અને કેટલીક તકો પર તેઓ પોતાની વાત યોગ્ય રીતે રજૂ કરી શક્યા નહીં. અભિનેત્રીએ કહ્યું કે, શક્ય છે કે, તેમના વર્તનથી કેટલાક ચાહકો નિરાશ થયા હોય અને આ માટે તેમણે દિલથી માફી માંગી. ઈશાએ એમ પણ કહ્યું કે, તેઓ હજુ પોતાના પૂરા અનુભવને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રવાસને પોતાના માટે શીખવાનો અનુભવ માને છે.

શોમાંથી બહાર આવ્યા પછી ઈશાએ પોતાના ચાહકોને, તેમના સતત સમર્થન માટે આભાર માન્યો. તેમણે કહ્યું કે, મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહેવા અને તેમને સમજવા માટે તેઓ બધાના આભારી છે. 'બિગ બોસ 20' માં ઈશાનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું. શોમાં પ્રવેશ કરતા થોડા સમય પહેલા તેમણે રેપર બાદશાહ સાથે પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ ઓગસ્ટ 2026 માં પરસ્પર સંમતિથી અલગ થવાની જાણકારી શેર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande