સામખિયાળી ટોલ પ્લાઝા પાસે સ્ક્રેપના ઢગલામાં ભભૂકી આગ, ભચાઉ ફાયર ટીમે સમયસર પહોંચી કાબૂમાં લીધી
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક બુધવારે મોડી રાત્રે સ્ક્રેપના જથ્થામાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટોલ પ્લાઝા નજીક આવેલી એક હોટલની પાછળના ભાગમાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગ લાગ્યાની જાણ
સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આગ લાગી


સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આગ લાગી


સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આગ લાગી


સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આગ લાગી


કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ તાલુકાના સામખિયાળી ગામ નજીક બુધવારે મોડી રાત્રે સ્ક્રેપના જથ્થામાં અચાનક આગ લાગતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટોલ પ્લાઝા નજીક આવેલી એક હોટલની પાછળના ભાગમાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગ લાગ્યાની જાણ થતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, તા. 30 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 1:20 વાગ્યાના અરસામાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને 112 ઇમરજન્સી સેવા મારફતે આગ અંગેનો કોલ મળ્યો હતો. સામખિયાળી ગામના ટોલ પ્લાઝા પાસે હોટલની પાછળના વિસ્તારમાં સ્ક્રેપમાં આગ લાગી હોવાનું કોલમાં જણાવવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભચાઉ ફાયર ટીમ સમય ગુમાવ્યા વિના ફાયર વાહન સાથે ઘટનાસ્થળ તરફ રવાના થઈ હતી.

ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચતા સ્ક્રેપના જથ્થામાં આગ સળગી રહી હોવાનું સામે આવ્યું હતું. આગ વધુ વિસ્તારમાં ફેલાય તે પહેલાં ફાયર કર્મચારીઓએ તાત્કાલિક પાણીનો મારો શરૂ કર્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ફાયર કર્મચારીઓની ઝડપી કામગીરીને પગલે આગ ધીમે ધીમે નિયંત્રણમાં આવી હતી અને અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

આ ઘટનામાં સમયસર ફાયર ટીમ સ્થળ પર પહોંચી જતા આગને આસપાસના વિસ્તારમાં ફેલાતી અટકાવવામાં મદદ મળી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ કે નહીં તેમજ સ્ક્રેપના જથ્થાને કેટલું નુકસાન થયું તે અંગે પણ સત્તાવાર વિગતો ઉપલબ્ધ થઈ નથી.

આ આગ બુઝાવવાની કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમના દાફડા પ્રવીણ, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. ટીમની સતર્કતા અને ઝડપી પ્રતિસાદને કારણે આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક સ્તરે પણ થોડા સમય માટે ચકચાર ફેલાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande