પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્તવ્યનિષ્ઠાને સર્વોચ્ચ સિદ્ધિનો માર્ગ ગણાવ્યો
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કર્તવ્યો પ્રત્યે સમર્પણ અને ઈમાનદારીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, વ્યક્તિ પોતાના નિર્ધારિત કર્તવ્યોનું લગન અને નિષ્ઠાથી પાલન કરીને સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. પ્રધાનમંત્રી મ
પ્રધાનમંત્રી મોદી -ફાઈલ ફોટો


નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, કર્તવ્યો પ્રત્યે સમર્પણ અને ઈમાનદારીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, વ્યક્તિ પોતાના નિર્ધારિત કર્તવ્યોનું લગન અને નિષ્ઠાથી પાલન કરીને સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.

પ્રધાનમંત્રી મોદીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તેમણે લખ્યું—

“स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः।स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु॥”

આ સુભાષિતનો ભાવાર્થ છે કે, જે વ્યક્તિ પોતાના-પોતાના કર્તવ્યોમાં સમર્પિત રહે છે, તે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આમાં પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠા અને લગનને સફળતાનો આધાર ગણાવાયો છે.

સુભાષિતના માધ્યમથી આ સંદેશ આપવામાં આવ્યો છે કે, વ્યક્તિએ પોતાના નિર્ધારિત કર્તવ્યોનું ઈમાનદારી અને પૂરી નિષ્ઠા સાથે પાલન કરવું જોઈએ. સમર્પિત થઈને કરાયેલા કર્મ દ્વારા જીવનમાં ઉચ્ચતમ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande