લોકમેળામાં ખોવાયેલા 20 જેટલા બાળકોનું પરિવારજનો સાથે મિલન કરાવાયું
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા–2026 દરમિયાન મેળામાં આવતા નાના ભૂલકાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખોવાયેલા બાળકોને શોધી તેમના પરિવારજનો સાથે પ
લોકમેળામાં ખોવાયેલા 20 જેટલા બાળકોનું  પરિવારજનો  સાથે  મિલન  કરાવાયું


લોકમેળામાં ખોવાયેલા 20 જેટલા બાળકોનું  પરિવારજનો  સાથે  મિલન  કરાવાયું


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા–2026 દરમિયાન મેળામાં આવતા નાના ભૂલકાઓની

સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખોવાયેલા બાળકોને શોધી તેમના પરિવારજનો સાથે

પુનઃમિલન કરાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો

ઉમટી પડતા હોવાથી બાળકો પરિવારથી વિખૂટા પડી જવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને

મહાનગરપાલિકા દ્વારા ખોવાયેલા બાળકો માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મેળા

દરમિયાન પરિવારથી વિખૂટા પડેલા બાળકોને શોધી સલામત સ્થળે લાવવામાં આવે છે અને

જ્યાં સુધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન ન થાય ત્યાં સુધી તેમની યોગ્ય કાળજી

રાખવામાં આવે છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા અત્યાર સુધીમાં 20 જેટલા ખોવાયેલા બાળકોને શોધી તેમના

પરિવારજનો સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં આવ્યું છે. બાળકોને તેમના

પરિવારજનોને સોંપતા પહેલા જરૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. લોકમેળામાં આવતા

નાગરિકોને પણ બાળકો અંગે સાવચેતી રાખવા તેમજ કોઈ બાળક પરિવારથી વિખૂટું પડેલું

જણાય તો તાત્કાલિક મહાનગરપાલિકાની વ્યવસ્થા હેઠળના કર્મચારીઓને જાણ કરવા અપીલ

કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande