
સુરત, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : લિંબાયત વિસ્તારમાં મિલની મશીનરી પર કામ કરી રહેલા 22 વર્ષીય કિશાન મિત્રાનું વીજકરંટ લાગતાં મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પરિવારના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે ડાઈંગ મશીન પર કામ દરમિયાન કિશાનને અચાનક કરંટ લાગ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ, કિશાન રાત્રિ પાળીમાં ડાઈંગ મશીન પર ફરજ બજાવી રહ્યો હતો. કામ દરમિયાન મશીનમાંથી કરંટ લાગતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાની જાણ થતાં તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, આ ઘટનાને લઈને કંપનીના માલિક સાથે વાતચીત ચાલી રહી છે. સમગ્ર હકીકત જાણવા માટે કંપની તરફથી મળતા જવાબ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એક જ રાત્રિના સમાન સમયગાળામાં ત્રણ-ત્રણ શ્રમિક યુવકો વીજકરંટનો ભોગ બનતાં મિલ માલિકો અને ફેક્ટરી સંચાલકો દ્વારા ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ તેમજ કામદારોની સલામતી માટેની વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ કારણ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે