ચાંપાથળમાં વિકાસકાર્યોને મળ્યો પ્રારંભ, મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત
અમરેલી, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : ચાંપાથળ ખાતે ગામના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાના હેતુથી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ જનહિતલક્ષી વિકાસકાર્યોનો વિધિવત પ્
ચાંપાથળમાં વિકાસકાર્યોને મળ્યો પ્રારંભ, મંત્રી કૌશિકભાઈની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત


અમરેલી, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : ચાંપાથળ ખાતે ગામના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવાના હેતુથી વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ જનહિતલક્ષી વિકાસકાર્યોનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

ગામમાં જરૂરી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય અને ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવા અનેક વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. આ કાર્યોના અમલીકરણથી ચાંપાથળ ગામના વિકાસને વધુ વેગ મળવાની સાથે સ્થાનિક લોકોની રોજિંદી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન મંત્રી કૌશિકભાઈએ વિકાસકાર્યો સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત કાર્યરત છે અને જનતાને પાયાની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે સરકારની પ્રાથમિકતા છે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોના પ્રારંભથી ચાંપાથળના ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી સમયમાં આ કાર્યો પૂર્ણ થતાં ગામના વિકાસને નવી દિશા અને ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande