
અમદાવાદ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં દિવસે દિવસે પાલતુ કુતરા કરડવાના બનાવો વધી રહ્યા છે. આવો જ એક બનાવ અમદાવાદમાં ફરી એકવાર પેટડોગ જર્મન શેફર્ડે મહિલાને બચકું ભર્યા છે.
રામોલ વિસ્તારમાં મહિલા ઘરમાં કચરો વાળીને ઝાંપાની બહાર ફેંકવા નીકળતા જ પાડોશીના પેટડોગે મહિલાને બચકું ભરીને ઇજાઓ પોહચાડી હતી.
આ અંગે મહિલાએ શ્વાન માલિક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વસ્ત્રાલમાં હરભોળાપાર્ક વિભાગ 2માં 54 વર્ષીય કપીલા પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. ગત 4 સપ્ટેમ્બરે સાંજના સમયે કપિલાબેન ઘરમાં કચરો વાળીને બહાર ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પાડોશી ધર્મિષ્ઠા પ્રજાપતિનું પેટડોગ જર્મન શેફર્ડ કપિલાબેન પાસે આવીને હાથમાં બચકું ભરીને જતું રહ્યું હતું.
આટલું ન નહિ ચાર મહિના પહેલા પણ આ શ્વાને મહિલા પર હુમલો કરીને ઇજાઓ કરી હતી.
તેમ છતાં શ્વાન માલિકે કોઈ સુરક્ષા કે તકેદારી રાખ્યા વગર ઝાંપો ખુલ્લો રાખીને લોકોના જીવને જોખમમાં મુક્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત કપિલાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કપિલાબેને શ્વાન માલિક ધર્મિષ્ઠાબેન સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ