વેરાવળમાં જન્માષ્ટમી પર્વે પવનપુત્ર મિત્ર મંડળ દ્વારા બાબા અમરનાથની બરફની ગુફાનું ભવ્ય આયોજન
ગીર સોમનાથ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વેરાવળ શહેરના નવદુર્ગા ચોક, હાઉસિંગ સોસાયટી ખાતે પવનપુત્ર મિત્ર મંડળ દ્વારા ભક્તિસભર માહોલમાં બાબા અમરનાથની પવિત્ર બરફની ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુ
વેરાવળમાં જન્માષ્ટમી પર્વે પવનપુત્ર મિત્ર મંડળ દ્વારા બાબા અમરનાથની બરફની


ગીર સોમનાથ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પવિત્ર કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વેરાવળ શહેરના નવદુર્ગા ચોક, હાઉસિંગ સોસાયટી ખાતે પવનપુત્ર મિત્ર મંડળ દ્વારા ભક્તિસભર માહોલમાં બાબા અમરનાથની પવિત્ર બરફની ગુફાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ બરફની ગુફામાંથી ચાલીને બાબા અમરનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ અવસરે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં મુખ્ય અતિથિ તરીકે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ-પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, ખારવા સમાજના ઉપપટેલ બાબુભાઈ આગિયા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના અગ્રણી હાર્દિકભાઈ ઝાલા, કડવા પટેલ સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ખારવા સમાજના અગ્રણી અર્જુનભાઈ દોરીયા, પ્રકાશભાઈ માલમડી, બાબુભાઈ જુંગી અને કિશોરભાઈ કુહાડા સુપુત્ર હર્ષભાઈ કિશોરભાઈ કુહાડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પવનપુત્ર મિત્ર મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર ‘જય બાબા અમરનાથ’ના નારાથી ગુંજી ઊઠ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande