લોકમેળો પૂર્ણ થયા બાદ પોરબંદર મહાનગરપાલિકાની સઘન કામગીરી.
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે ત્યારે મેળામાં આવતા લોકોની સલામતી અને સરળ અવરજવર જળવાઈ રહે તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી
લોકમેળો         પૂર્ણ થયા બાદ પોરબંદર મહાનગરપાલિકાની સઘન કામગીરી.


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં

શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે ત્યારે

મેળામાં આવતા લોકોની સલામતી અને સરળ અવરજવર જળવાઈ રહે તે માટે પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તથા ફાયર નોમ્સના પાલન સાથે સતત કામગીરી કરવામાં

આવી રહી છે.

મેળાના પ્રથમ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોડી રાત્રે મહાનગરપાલિકાના

મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર આદિત્યસિંહ ચુડાસમા અને એન્જિનિયરોની ટીમ દ્વારા

મેળા ગ્રાઉન્ડનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓની ટીમ દ્વારા

મેળાના મંજૂર લેઆઉટ નકશા સાથે સમગ્ર મેળા ગ્રાઉન્ડની સ્થળ પર સરખામણી કરવામાં આવી

હતી.

આ દરમિયાન લેઆઉટ મુજબ ન હોય તેવી જગ્યાએ અનધિકૃત રીતે ઉભા કરવામાં આવેલા

સ્ટોલ, રેકડીધારકોના સ્ટોલ, પાન-મસાલાની કેબિનો તેમજ અન્ય અનધિકૃત

દબાણો અને ચકડોળ સહિતની વ્યવસ્થાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેળા

ગ્રાઉન્ડમાં મુખ્ય માર્ગો ખુલ્લા રહે, લોકોની સરળતાથી અવરજવર થઈ શકે તેમજ આકસ્મિક સંજોગોમાં ફાયર બ્રિગેડ

અને અન્ય ઇમરજન્સી સેવાઓના વાહનોને સરળતાથી અવરજવર માટે માર્ગ મળી રહે તે હેતુથી આ

કામગીરી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા લોકમેળા દરમિયાન મુલાકાતીઓની

સુરક્ષાને પ્રાથમિકતા આપી લેઆઉટ મુજબની વ્યવસ્થા જળવાઈ રહે અને ફાયર સેફ્ટીના

નિયમોનું પાલન થાય તે માટે સતત સ્થળ નિરીક્ષણ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી

છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande