સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : શહેરના વિવિધ વિસ્તારો અને તાલુકાના ગામોમાં રાધે-કૃષ્ણના જયઘોષ વચ્ચે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા, હજારો લોકોએ ઉમંગભેર ભાગ લીધો જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સિદ્ધપુર શહેર તેમજ તાલુકાભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ
સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી


સિદ્ધપુર શહેર સહિત તાલુકામાં મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી


પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : શહેરના વિવિધ વિસ્તારો અને તાલુકાના ગામોમાં રાધે-કૃષ્ણના જયઘોષ વચ્ચે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા, હજારો લોકોએ ઉમંગભેર ભાગ લીધો

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સિદ્ધપુર શહેર તેમજ તાલુકાભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી. કૃષ્ણ મંદિરોને વિવિધ ફૂલો અને રંગબેરંગી લાઇટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યા હતા અને રાત્રે મટકી ફોડના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

શહેરના મંડી બજાર ચોકમાં ભગવાન શ્રી ગોવિંદમાધવની કૃપાથી રાધે ગ્રુપ દ્વારા સંવત 2082ના શ્રાવણ વદ આઠમ નિમિત્તે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન-કીર્તન અને કૃષ્ણના જયઘોષ વચ્ચે યુવાઓએ ઉત્સાહપૂર્વક મટકી ફોડી હતી.

આ ઉપરાંત કોઠારીવાસમાં સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અચલાપૂરા, સનનગર, પગીવાસ, પસવાદળની પોળ, સિદ્ધેશ્વરી સોસાયટી, ભીલવાસ અને વિજયનગર સોસાયટી સહિત શહેરના અનેક વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાતા સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું.

તાલુકાના દેથળી ગામે પણ દર વર્ષની પરંપરા મુજબ કૃષ્ણા યુવક મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં સમગ્ર દેથળી ગામના લોકો જોડાઈ હર્ષોલ્લાસ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે. કાર્યક્રમ નિહાળવા આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા, સુજાનપુર, તાવડીયા, ગણેશપુરા, ખોલવાડા, ચાટાવાડા, મેળોજ, આંકવી, બીલીયા અને લાલપુર સહિતના ગામોમાં પણ રાત્રિના સમયે મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તિ, સંગીત અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી યાદગાર બની હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande