હમીરસર લોકમેળામાં ખાદ્ય સુરક્ષાની કડક પહેરેદારીઃ 27 પેઢીઓમાં ચેકિંગ, બેદરકારી સામે તંત્રની લાલ આંખ
કચ્છ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજના હમીરસર તળાવના કિનારે ચાલી રહેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મેળામાં મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવ
FDCA ટીમની મેળામાં ચકાસણી


FDCA ટીમની મેળામાં ચકાસણી


FDCA ટીમની મેળામાં ચકાસણી


FDCA ટીમની મેળામાં ચકાસણી


FDCA ટીમની મેળામાં ચકાસણી


કચ્છ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજના હમીરસર તળાવના કિનારે ચાલી રહેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે ત્યારે મેળામાં મળતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકારના FDCA દ્વારા હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત મેળાના બીજા દિવસે પણ ફૂડ સ્ટોલ અને ખાણીપીણીના ધંધાર્થીઓની અચાનક તપાસ કરવામાં આવી હતી.

કચ્છના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ અને એસ.બી. પટેલની સંયુક્ત ટીમ હમીરસર તળાવ ખાતે યોજાયેલા લોકમેળામાં પહોંચી હતી. ટીમે કોઈ પૂર્વ સૂચના વિના વિવિધ ફૂડ સ્ટોલ, પાણીપુરીની લારીઓ તેમજ અન્ય ખાણીપીણીના લારી-ગલ્લાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. ખાસ કરીને ખાદ્ય સામગ્રીની જાળવણી, સ્વચ્છતા, તૈયાર ખોરાકની ગુણવત્તા તેમજ ખોરાક પીરસતી વખતે અપનાવવામાં આવતી હાઇજિનિક પદ્ધતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન ખુલ્લામાં રાખવામાં આવેલા આશરે બે કિલોગ્રામ બટાટા મળી આવ્યા હતા. આ ઉપરાંત અંદાજે બે લિટર જેટલું પાણીપુરીનું પાણી પણ યોગ્ય ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોને અનુરૂપ ન હોવાનું જણાતા તેનો સ્થળ પર જ નિકાલ કરાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીને પગલે ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ સાવચેતી જોવા મળી હતી.

મેળામાં ખાણીપીણીનો વ્યવસાય કરતા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તાજો અને સ્વચ્છ ખોરાક તૈયાર કરીને ગ્રાહકોને પીરસવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ ખાદ્યપદાર્થો બનાવતી અને પીરસતી વખતે ટોપી, હાથમોજાં અને એપ્રોનનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ સમગ્ર સ્થળે સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી.

FDCAની ટીમે સમગ્ર કામગીરી દરમિયાન કુલ 27 જેટલી પેઢીઓની તપાસ કરી હતી. મેળામાં આવતા નાગરિકોને સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે તંત્ર દ્વારા આવી તપાસ અને માર્ગદર્શનની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande