

પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં
શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે, ત્યારે
મેળાના બીજા દિવસના સમાપન બાદ પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ અધિકારીઓની ટીમ સાથે લોકમેળા
ગ્રાઉન્ડની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાઓની સ્થળ પર સમીક્ષા કરી હતી.
મેયર સાગર
મોદીએ લોકમેળા ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત અધિકારીઓને મેળામાં આવતા નાગરિકોના આરોગ્ય, સ્વચ્છતા તેમજ સુરક્ષિત અને સરળ અવરજવર
સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોની અવરજવરમાં કોઈ મુશ્કેલી ન
સર્જાય તેમજ ગ્રાઉન્ડમાં સ્વચ્છ અને સલામત વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી
તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. મેળો પૂર્ણ થયા બાદ ગ્રાઉન્ડની વ્યવસ્થિત
અને તુરંત સફાઈ કામગીરી હાથ ધરવા, કચરાનો
યોગ્ય નિકાલ કરવા તેમજ લોકોને જરૂરી સગવડો ઉપલબ્ધ રહે તે માટે માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા લોકમેળા દરમિયાન સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી
સતત કામગીરી કરવામાં આવી રહી છે.
મેયરની સ્થળ મુલાકાત દરમિયાન અધિકારીઓને સમગ્ર
વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરી નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે સક્રિય રહેવા
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya