ગુજરાત વિધાનસભા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો
- ગુજરાત વિધાનસભા સચિવ સી.બી.પંડ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. રાધાકૃષ્ણનને ભાવાંજલિ અર્પણ ગાંધીનગર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવોને યાદ કરવાની ઉત્તમ પરંપરાના ભાગરૂપે 05 સપ્ટ
ગુજરાત વિધાનસભા


ગુજરાત વિધાનસભા


- ગુજરાત વિધાનસભા સચિવ સી.બી.પંડ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. રાધાકૃષ્ણનને ભાવાંજલિ અર્પણ

ગાંધીનગર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવોને યાદ કરવાની ઉત્તમ પરંપરાના ભાગરૂપે 05 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભા બિલ્ડીંગ ખાતે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, મહાન તત્વચિંતક, વિચારક અને ઉત્કૃષ્ટ શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની 138મી જન્મજયંતિ ભાવપૂર્વક ઉજવવામાં આવી હતી.

આ પ્રસંગે વિધાનસભા બિલ્ડીંગના પ્રથમ માળે આવેલા પોડિયમમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના તૈલચિત્રને ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ સી. બી. પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ગરીમામય કાર્યક્રમમાં વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિશેષરૂપે માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે માઉન્ટ કાર્મેલ શાળાના વિદ્યાર્થી પ્રાંશુ પટેલ દ્વારા ડૉ. રાધાકૃષ્ણનના જીવન અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande