પોરબંદરમાં આદિત્યાણા બાયપાસ પર બોલાચાલી બાદ મારામારી
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના આદિત્યાણા બાયપાસ રોડ પર વડવાળા હોટલ ખાતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. મિત્રને સમજાવવા ગયેલા યુવક સહિત ત્રણને લાકડાના ધોકા વડે માર મારવા ઉપરાંત એક યુવકના માથામાં લોખંડની
પોરબંદરમાં આદિત્યાણા બાયપાસ પર બોલાચાલી બાદ મારામારી


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના

આદિત્યાણા બાયપાસ રોડ પર વડવાળા

હોટલ ખાતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. મિત્રને સમજાવવા ગયેલા યુવક સહિત ત્રણને લાકડાના ધોકા વડે માર મારવા ઉપરાંત એક યુવકના માથામાં લોખંડની સાંડસી વડે ઘા

માર્યાનો આક્ષેપ થયો છે. આ ઉપરાંત મોટરસાઇકલમાં નુકસાન કરી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે આદિત્યાણા ગામના કાદીપ્લોટ વિસ્તારમાં રહેતા પ્રતાપ ખીમજીભાઈ સાદીયાએ રાણાવાવ પોલી સમથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આદિત્યાણા ગામના ભીમા હીરા મકવાણા રબારી અને નીલેશ કારાભાઈ ભુવાના નામ આરોપી તરીકે આપવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીનો મિત્ર અનીલ રામજી મારૂ આદિત્યાણા બાયપાસ રોડ પર આવેલી ભીમાની વડવાળા હોટલ ખાતે બેઠો હતો. અનીલ આરોપીના પુત્ર સાથે મસ્તી કરતો હોવાથી ભીમાએ તેને બે-ત્રણ થપ્પડ મારી હતી.આ અંગે પ્રતાપ તથા સાહેદ

ખુશાલ રાજેશભાઈ પાંડાવદરા ભીમાને સમજાવવા હોટલ પર ગયા હતા. ત્યારે ભીમાએ ફરિયાદી, અનીલ અને ખુશાલને લાકડાના ધોકા વડે શરીરના જુદા-જુદા ભાગે માર માર્યાનો આક્ષેપ છે. જ્યારે નીલેશે લોખંડની

સાંડસી વડે ખુશાલના માથામાં ઘા માર્યાની

ફરિયાદમાં જણાવાયું છે.આ ઉપરાંત મોટરસાઇકલમાં

ધોકાઅને સાંડસી વડે ઘા મારી આશરે રૂ.5 હજારનું નુકસાન કર્યાનો પણ આક્ષેપ છે.

ફરિયાદી

સાથે જાતિ અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યોછે.આ મામલે રાણાવાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande