પોરબંદરના બોખીરામાં બાઇકની હડફેટે યુવકનું મોત
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના બોખીરા વિસ્તારમાં સુગર એન્ડ સ્પાઇસ હોટેલ નજીક પુરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક બાઇક ચલાવતા ચાલકે અન્ય બાઇકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 39 વર્ષીય
પોરબંદરના બોખીરામાં બાઇકની હડફેટે યુવકનું મોત


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરના

બોખીરા વિસ્તારમાં સુગર એન્ડ સ્પાઇસ હોટેલ નજીક પુરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક બાઇક ચલાવતા ચાલકે અન્ય બાઇકને અડફેટે લેતાં ગંભીર

અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા 39 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ

બનાવ અંગે ઈન્દિરાનગર, બિરલા કોલોની પાસે રહેતા રાણાભાઈ જેસાભાઈ વાઘેલાએ GJ-25-AE-8579 નંબરની બાઇકના ચાલક સામે ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ

નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીના પુત્ર વિજયભાઈ રાણાભાઈ વાઘેલા

પોતાની GJ-25-AC-3079 નંબરની બાઇક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન

આરોપી બાઇક ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે

અને ગફલત ભરી રીતે હંકારી વિજયભાઈની બાઇકને અડફેટે

લીધી હતી. અકસ્મતમાં વિજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચી

હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં

ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત

નીપજ્યું હતું. આ અંગે ઉદ્યોગનગર

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande