પોરબંદરમાં જૂની અદાવતની આગમાં યુવકની હત્યા
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર ચોપાટી પરથી એક યુવકને પોતાની સાથે લઈ જઈ ધારદાર હથિયાર વડે હત્યા કર્યા બાદ મૃતદેહ ઓડદર ગામની પણ જુસીમ સીમના ખારામાં આવેલા ખાડામાં દાટી દીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાર્બર મરીન પો
પોરબંદરમાં         જૂની અદાવતનીઆગમાં યુવકની હત્યા.


પોરબંદરમાં         જૂની અદાવતનીઆગમાં યુવકની હત્યા.


પોરબંદરમાં         જૂની અદાવતનીઆગમાં યુવકની હત્યા.


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર

ચોપાટી પરથી એક યુવકને પોતાની સાથે લઈ જઈ ધારદાર હથિયાર વડે હત્યા કર્યા બાદ મૃતદેહ ઓડદર ગામની પણ જુસીમ સીમના ખારામાં આવેલા ખાડામાં દાટી દીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે હાર્બર મરીન પોલીસ મથકમાં બે શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાતા

પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ચોપાટી વિસ્તારમાં રહેતા જસુબેન

વેલજીભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં ઓડદર ગામના રામખડા સીમ વિસ્તારમાં રહેતા

અનિલ લાલુભાઈ મછીયાવા અને રાહુલ લાલુભાઈ મછીયાવાના નામ આરોપી તરીકે સામે આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે છ વર્ષ અગાઉ આરોપીઓના પિતાની હત્યા ફરિયાદી મહિલાના પતિ દ્વારા કરવામાં આવી હોવાની જૂની અદાવત ચાલી આવતી હતી. આ અદાવત નેપગલે રક્ષાબંધનના દિવસે બંને આરોપીઓ ફરિયાદીના પુત્ર વનરાજને પોરબંદર

ચોપાટી પરથી પોતાની સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ ધારદાર

હથિયાર વડે વનરાજની હત્યા કરી તેનો મૃતદેહ

ઓડદર ગામની પણજુસીમના ખારામાં આવેલા ખાડામાં દાટી દીધો હોવાનો ફરિયાદમાં આક્ષેપ

કરાયો છે.

આ મામલે હાર્બર મરીન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande