અંબાજીમાં ૨૦મો સિદ્ધ હેમ સેવા કેમ્પ યોજાશે
પાટણ, 06 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સિદ્ધ હેમ સેવા ગ્રુપ છેલ્લા ૧૯ વર્ષથી ભાદરવી પૂનમના પવિત્ર પર્વે અંબાજીમાં પદયાત્રીઓ અને માઈભક્તોની સેવા માટે કેમ્પ યોજે છે. આ વર્ષે ૨૦મા વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ ૨૦ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિરથી ૨૦૦ મીટરના અંતરે કાર્યરત રહેશે. કેમ્પમાં પદયાત્રીઓ માટે મિષ્ટ ભોજન ઉપરાંત વિવિધ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરાશે. સંતો-મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

કેમ્પની તૈયારીઓને લઈને શનિવારે પાટણના સહસ્ત્રલિંગ ફાર્મ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ચેરમેન સ્નેહલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ સહિત ૩૦૦થી વધુ સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સેવાભાવી ટીમોએ પોતાની જવાબદારીઓ સ્વીકારી હતી.

સિદ્ધ હેમ સેવા ગ્રુપે ૧૯ વર્ષ પહેલાં પારલે બિસ્કીટ અને ગરમાગરમ ચાથી સેવા શરૂ કરી હતી. લોકોના નિસ્વાર્થ સહકારથી કેમ્પ સતત સફળ રહ્યો છે. આ વર્ષે પણ વધુમાં વધુ માઈભક્તોને સેવા મળી રહે તે માટે સભ્યોએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande