અંકલેશ્વર નગરપાલિકાનુ પર્યાવરણ જતન, સુકાઈ ગયેલા છોડની જગ્યાએ નવું વાવેતર કરાયું
નાગરિકોને 55 છોડનું વિતરણ કરી ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા પ્રયાસ નગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હરિયાળી તરફે પગલું સુકાયેલા રોપાનું પુનઃ વાવેતર કરી 55 નવા છોડનું વિનામૂલ્યે વિતરણ કરાયું ભરૂચ 06 સપ્ટેમ્બર (હિ.સ.) પર
અંકલેશ્વર નગરપાલિકાનુ પર્યાવરણ જતન સુકાઈ ગયેલા 27 છોડની જગ્યાએ નવું વાવેતર કરાયું


અંકલેશ્વર નગરપાલિકાનુ પર્યાવરણ જતન સુકાઈ ગયેલા 27 છોડની જગ્યાએ નવું વાવેતર કરાયું


નાગરિકોને 55 છોડનું વિતરણ કરી ગ્લોબલ વોર્મિંગને ઓછું કરવા પ્રયાસ

નગરપાલિકા અને ભાજપ સંગઠન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હરિયાળી તરફે પગલું સુકાયેલા રોપાનું પુનઃ વાવેતર કરી 55 નવા છોડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

ભરૂચ 06 સપ્ટેમ્બર (હિ.સ.)

પર્યાવરણની જાળવણી અને શહેરને લીલોછમ બનાવવાના હેતુથી અંકલેશ્વર સ્વર્ણિમ લેક્વ્યુ પાર્ક ખાતે

એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સુધારણા માટે મહત્વનું કદમ ઉઠાવતા અગાઉ સુકાઈ ગયેલા 27 રોપાની જગ્યાએ તેટલા જ નવા રોપાનું સફળતાપૂર્વક પુનઃ વાવેતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે તે માટે સ્થળ પરથી જ નાગરિકોને 55 જેટલા છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર મહિનાના પ્રથમ રવિવારે વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલ રોપાઓની ફેરબદલી અંગેની થીમ દ્વારા ઝુંબેશ કરવા જણાવવામાં આવેલ હતું.આ અભિયાન અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની થીમ મુજબ દર મહિનાના પ્રથમ રવિવારે વૃક્ષારોપણ અને સુકાઈ ગયેલ રોપાઓની ફેરબદલી કાર્યક્રમ આજરોજ રાખ્યો હતો.જેમાં મૃત રોપાની જગ્યાએ બીજા જીવિત રોપા રોપી અન્ય રોપાનું વિતરણ કર્યું હતું.

આ સરાહનીય કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, રિક્રિએશન કમિટીના ચેરમેન હેતલબેન ગાંધી, હેલ્થ એન્ડ સેનિટેશન કમિટીના ચેરમેન નરેન્દ્ર પટેલ, વાહન કમિટીના ચેરમેન અંકિત રાઠોડ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન દીક્ષિતાબેન રાણા તેમજ સભ્ય તરુણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંગઠન મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande