વિસનગરમાં જવેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરનાર મોગિયા ગેંગની મહિલા સભ્ય રૂ.2.48 લાખ સાથે ઝડપાઈ
મહેસાણા, 06 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર શહેરમાં જવેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરનાર મોગિયા (બાગરી) ગેંગની એક મહિલા સભ્યને લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહેસાણાએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢ્યો છે. આરોપી પાસેથી પ
વિસનગરમાં જવેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરનાર મોગિયા ગેંગની મહિલા સભ્ય રૂ.2.48 લાખ સાથે ઝડપાઈ


મહેસાણા, 06 સપ્ટેમ્બર (હિ.સ.) વિસનગર શહેરમાં જવેલર્સની દુકાનમાંથી નજર ચૂકવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરનાર મોગિયા (બાગરી) ગેંગની એક મહિલા સભ્યને લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહેસાણાએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂ.2.48 લાખની રોકડ રકમ કબજે કરી છે.

મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ CCTV ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન LCBના PC કરણભાઈ રામાભાઈ અને બિપીનકુમાર નારાયણભાઈને બાતમી મળી હતી કે, વિસનગરની જવેલર્સ દુકાનમાં થયેલી ચોરીના CCTV ફૂટેજમાં દેખાતી મહિલા જેવી એક શંકાસ્પદ મહિલા મહેસાણા શહેરના રામોસણા બ્રિજના છેડે દર્શન હોટલ નજીક ઉભી છે.

બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર પહોંચી મેહનતા ઉર્ફે કજોડી વા/ઓ સત્યવાન તોલારામ બાગરી, ઉં.વ.30, મૂળ બારા, રાજસ્થાનને ઝડપી લીધી હતી. તેની પાસેથી રૂ.2.48 લાખ રોકડ મળી આવતા પોલીસે કબજે કરી હતી. પૂછપરછમાં મહિલાએ મળતિયાઓ સાથે એકાદ માસ અગાઉ વિસનગરની જવેલર્સ દુકાનમાંથી નજર ચૂકવી રોકડ તથા દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આ મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2), 54 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ માટે તેને વિસનગર શહેર પોલીસ સ્ટેશનને સોંપી છે. ઘટનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande