લોકમેળામાં ખોવાયેલા બાળકો માટે તંત્રની સંવેદનશીલ કામગીરી
પોરબંદર, 06 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી મેદાન ખાતે યોજાઈ રહેલા શ્રી કૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓમાં કોઈ બાળક પરિવારથી વિખૂટું પડી જાય તો તેને તાત્કાલિક
લોકમેળામાં         ખોવાયેલા બાળકો માટે તંત્રની સંવેદનશીલ કામગીરી


લોકમેળામાં         ખોવાયેલા બાળકો માટે તંત્રની સંવેદનશીલ કામગીરી


લોકમેળામાં         ખોવાયેલા બાળકો માટે તંત્રની સંવેદનશીલ કામગીરી


પોરબંદર, 06 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા ચોપાટી મેદાન ખાતે યોજાઈ રહેલા શ્રી કૃષ્ણ સખા સુદામા

સાંસ્કૃતિક લોકમેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓમાં કોઈ બાળક પરિવારથી

વિખૂટું પડી જાય તો તેને તાત્કાલિક તેના પરિવાર સાથે મિલન કરાવી શકાય તે માટે

રાવટી ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન ખોવાયેલા બાળકોને

સુરક્ષિત રીતે રાવટી ખાતે લાવવામાં આવે છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરી

બાળકને પરિવાર સાથે પરત મિલાવવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા નોડલ ઓફિસર તરીકે

મેળાની કામગીરીમાં નિયુક્ત કરેલ આરતીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ

મહાનગરપાલિકાના કર્મચારી મનીષાબેન દાસા, પારૂલબેન પાંજરી, નેહલબેન

કડછા, એલાન્સર મનુભાઈ માવદીયા સહિતના

કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ

વ્યવસ્થાના પરિણામે લોકમેળાના પ્રથમ દિવસે 9 બાળકો, બીજા દિવસે 34 બાળકો અને ત્રીજા દિવસે 20 બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ 63 ખોવાયેલા બાળકોનું તેમના પરિવારજનો

સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં આવ્યું છે. મેળામાં આવતા પરિવારજનોને કોઈ બાળક

ખોવાઈ જાય તો ગભરાયા વિના તાત્કાલિક રાવડી ખાતેની વ્યવસ્થાનો સંપર્ક કરવા

મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. બાળકોની સુરક્ષા અને તેમના પરિવાર સાથે

મિલન માટે મહાનગરપાલિકા અને ફરજ પરના કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરવામાં આવી

રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande