નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિં.સ.) સોમનાથ મંદિર પાસે બુલડોઝરની
કાર્યવાહીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં દાખલ કરાયેલી અવમાનનાની
અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના
આદેશ છતાં, મોટા પાયા પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.” ગીર સોમનાથના
કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે, અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આસામના
સોનાપુર વિસ્તારમાં ચાલી રહેલા બુલડોઝર ઓપરેશનને રોકવાનો આદેશ આપ્યો હતો. 17
સપ્ટેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે, તેના આદેશમાં, આરોપીઓને સજા
કરવા માટે ઉપયોગમાં લેવાતા 'બુલડોઝર ન્યાય' પર અંકુશ લગાવતા, વિવિધ રાજ્યોમાં થઈ રહેલી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ
મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,” આગામી સુનાવણી સુધી
કોર્ટની પરવાનગી વિના બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે નહીં.” જો કે, કોર્ટે સ્પષ્ટ
કર્યું હતું કે,” જો જાહેર માર્ગ, ફૂટપાથ, રેલવે લાઇન પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ હોય, તો તેને દૂર
કરી શકાય છે. તેને દૂર કરવા પર કોઈ પ્રતિબંધ નથી.”
હિન્દુસ્થાન સમાચાર / સંજય / સંજીવ પાશ / ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ