તેલ અવીવ, નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) હિઝબુલ્લાહ ના ચીફ હસન નસરાલ્લાહના ખાત્મા અને સતત હવાઈ હુમલા બાદ, ઈઝરાયલની સેનાએ લેબનોનમાં ઘૂસીને જમીની હુમલા શરૂ કરી દીધા છે. મંગળવારે, ઇઝરાયલી સૈન્યએ કહ્યું કે, તેના સૈનિકોએ દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહની સ્થિતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે મર્યાદિત અને લક્ષિત જમીન હુમલો શરૂ કર્યો છે. તે સરહદે હિઝબુલ્લાહની સુરંગોમાં પ્રવેશી રહી છે અને શોધી રહી છે. હિઝબુલ્લાહની ટનલ, ઇઝરાયલને લેબનોનથી અલગ કરતી બ્લુ લાઇનની નજીક ઇઝરાયેલી સેનાના રડાર પર છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેણે દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહ આતંકવાદી લક્ષ્યો સામે સચોટ ગુપ્ત માહિતીના આધારે મર્યાદિત અને લક્ષ્યાંકિત ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. લેબનાનની સરહદે આવેલા ગામોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે અહીં હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓ છે જે એક ખતરો છે. આ ગ્રાઉન્ડ ઓપરેશનમાં ઈઝરાયેલની વાયુસેના મદદ કરી રહી છે.
નસરાલ્લાહ અને તેના છ ટોચના કમાન્ડરો અને સહયોગીઓ, છેલ્લા 10 દિવસમાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં દેશમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયલી સૈન્યના જણાવ્યા અનુસાર, તેઓએ લેબનોનના મોટા ભાગોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
હિઝબુલ્લાહ ને તાજેતરના દિવસોમાં ભારે નુકસાન થયું છે, પરંતુ તેના કાર્યકારી નેતા નઈમ કાસેમે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, જો ઈઝરાયલ જમીન પર હુમલો કરવાનું નક્કી કરે, તો હિઝબુલ્લાહ લડવૈયાઓ તૈયાર છે. નઈમે દાવો કર્યો છે કે, માર્યા ગયેલા કમાન્ડરોની બદલી થઈ ચૂકી છે. નઈમ લાંબા સમયથી નસરાલ્લાહનો નાયબ છે અને તેની હત્યા બાદ સંગઠનનો તાત્કાલિક હવાલો લઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ