હાલના પાકિસ્તાન-ભારત તણાવે, અફઘાનિસ્તાનની ચિંતામાં વધારો કર્યો
કાબુલ, નવી દિલ્હી, 08 મે (હિ.સ.) પાકિસ્તાન અને ભારત વચ્ચેના તાજેતરના તણાવે અફઘાનિસ્તાનના વેપાર માટે પડકારો ઉભા કર્યા છે. અફઘાનિસ્તાનથી નિકાસ શિપમેન્ટ બંદરો પર બંધ થઈ ગયા છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિએ અફઘાનિસ્
બોર્ડર


કાબુલ, નવી દિલ્હી, 08 મે (હિ.સ.) પાકિસ્તાન અને ભારત વચ્ચેના તાજેતરના તણાવે અફઘાનિસ્તાનના વેપાર માટે પડકારો ઉભા કર્યા છે. અફઘાનિસ્તાનથી નિકાસ શિપમેન્ટ બંદરો પર બંધ થઈ ગયા છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિએ અફઘાનિસ્તાનના અર્થતંત્ર પર વધુ દબાણ બનાવ્યું છે.

ટોલો ન્યૂઝ અનુસાર, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટના બોર્ડ સભ્ય ખાન જાન આલોકોજય એ જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ અફઘાનિસ્તાન માટે હાનિકારક છે. મર્યાદિત પુરવઠા અને વધુ માંગને કારણે ભારતમાં અફઘાન માલ વધુ મોંઘો થયો છે. ભારતના લોકો અફઘાનિસ્તાનથી તાજા અને સૂકા ફળોને પ્રેમ કરે છે. બંને દેશો વચ્ચેનો તણાવ અફઘાનિસ્તાન માટે એક ગંભીર મુદ્દો છે.

બોર્ડ સભ્યએ પાકિસ્તાન અને ભારતની સરકારોને રાજકીય અને સુરક્ષા બાબતોથી પરિવહન અને વેપારના મુદ્દાઓને અલગ કરવા હાકલ કરી છે. નાણા મંત્રાલયે ભારત-પાકિસ્તાન તણાવની અફઘાનિસ્તાનના અર્થતંત્ર પર સીધી અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. નાયબ નાણામંત્રી અબ્દુલ લતીફ નઝારીએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સંબંધોમાં તણાવ અફઘાનિસ્તાનની આર્થિક પરિસ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. અફઘાનિસ્તાનનો આવશ્યક માલ વાઘા બોર્ડર દ્વારા આયાત કરવામાં આવે છે. વધતા તણાવ સાથે, આ પ્રક્રિયા નિઃશંકપણે અફઘાનિસ્તાનની આયાત અને નિકાસને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

દરમિયાન કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે, અફઘાનિસ્તાન ભારત સાથે વેપાર ચાલુ રાખવા માટે ઈરાનના ચાબહાર બંદરનો મહત્તમ ઉપયોગ કરી શકે છે. આર્થિક નિષ્ણાત મીર શકર યાકુબીએ જણાવ્યું હતું કે, પ્રાદેશિક તણાવની પરિસ્થિતિને જોતાં, વાઘાના વિકલ્પ તરીકે ચાબહાર બંદરનો ઉપયોગ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આ બંદર દ્વારા વેપારમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. અફઘાનિસ્તાનની વચગાળાની સરકારે, બંને દેશો સાથે વાતચીત કરવાની હાકલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande