કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનના મુખ્યાલય પર પોલીસે દરોડો પાડ્યો
નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.). કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનના મુખ્યાલયમાં પોલીસના દરોડા ચાલુ છે. હાઈકોર્ટના નિર્ણય બાદ, પોલીસની એક ટીમ સતગુરુ જગ્ગી વાસુદેવના સત્સંગ અને ધ્યાન કેન્દ્ર પર પહોંચી ગઈ છે. સોમવારે, કોર્ટે, નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજની અરજી
સતગુરુ જગ્ગી વાસુદેવ


નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.). કોઈમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનના મુખ્યાલયમાં પોલીસના દરોડા ચાલુ છે. હાઈકોર્ટના નિર્ણય બાદ, પોલીસની એક ટીમ સતગુરુ જગ્ગી વાસુદેવના સત્સંગ અને ધ્યાન કેન્દ્ર પર પહોંચી ગઈ છે.

સોમવારે, કોર્ટે, નિવૃત્ત પ્રોફેસર એસ કામરાજની અરજી પર સુનાવણી કરતી વખતે, ઈશા ફાઉન્ડેશન સામેના ફોજદારી કેસોની વિગતો માંગી હતી. પ્રોફેસરે દાવો કર્યો હતો કે, તેમની બે પુત્રીઓને ફાઉન્ડેશનમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી છે. તેમની દીકરીઓને તેમને મળવા દેવાતી નથી.

ફાઉન્ડેશનનું મુખ્ય મથક કોઈમ્બતુરની બહાર વેલિયાંગિરીની તળેટીમાં છે. પોલીસ કર્મચારીઓનો મોટો સમૂહ અહીં પહોંચી ગયો છે.

ઈશા ફાઉન્ડેશનનું કહેવું છે કે, પોલીસની કાર્યવાહી માત્ર તપાસ સંબંધિત છે. તેઓ માત્ર રહેવાસીઓ અને સ્વયંસેવકો સાથે તપાસ કરી રહ્યા છે. અહીંની જીવનશૈલી વિશે જાણકારી મેળવી રહ્યા. તેઓ અહીં કેવી રીતે આવે છે અને રહે છે.

હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/દધીબલ યાદવ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande