સંદીપ પ્રધાને, સાઈ ડાયરેક્ટર જનરલ પદેથી રાજીનામું આપ્યુ, સુજાતા ચતુર્વેદી વચગાળાના ધોરણે ચાર્જ સંભાળશે
નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિં.સ.) સંદીપ પ્રધાન તેમનો કાર્યકાળ પૂરો થવા પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) ના ડિરેક્ટર જનરલ પદેથી રાજીનામું આપશે અને રમતગમત સચિવ સુજાતા ચતુર્વેદી વચગાળાના ધોરણે તેમની ભૂમિકા સંભાળશે. રમતગમત મંત્રાલયે,
સાઈ


નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિં.સ.) સંદીપ પ્રધાન તેમનો કાર્યકાળ પૂરો થવા

પર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) ના ડિરેક્ટર જનરલ પદેથી રાજીનામું આપશે અને રમતગમત સચિવ

સુજાતા ચતુર્વેદી વચગાળાના ધોરણે તેમની ભૂમિકા સંભાળશે. રમતગમત મંત્રાલયે,

મંગળવારે ઉપરોક્ત જાહેરાત કરી હતી.

રમતગમત મંત્રાલયના અધિકૃત આદેશ મુજબ, “30.09.2024 ના

રોજ ડાયરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ

ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)

ના પદ માટે સંદીપ

એમ. પ્રધાનની કેન્દ્રીય પ્રતિનિયુક્તિનો કાર્યકાળ, પૂર્ણ થવાના પરિણામે, સક્ષમ અધિકારીએ

શ્રીમતી સુજાતા ચતુર્વેદી,

સેક્રેટરી

(સ્પોર્ટ્સ) ને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ) ના મહાનિર્દેશકના પદનો વધારાનો હવાલો સોંપવાની

મંજૂરી આપવામાં આવી છે.”

“ચતુર્વેદી 01.07.2019 થી 01.10.2024 સુધી અને નિયમિત

હોદ્દેદારની નિમણૂક ન થાય ત્યાં સુધી, અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે

વહેલું હોય ત્યાં સુધી આ પદ સંભાળવાનું ચાલુ રાખશે.

પ્રધાન, 1990 બેચના ભારતીય મહેસૂલ અધિકારી, ઓગસ્ટ 2019 માં

નીલમ કપૂર પાસેથી ડિરેક્ટર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.જેમના હેઠળ ભારતે

અનુક્રમે, ટોક્યો અને પેરિસમાં બે સફળ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ચક્રો જોયા.

2020 ઓલિમ્પિકમાં, ભારતે તેનો પહેલો સુવર્ણ ચંદ્રક ટ્રેક-એન્ડ-ફીલ્ડમાં નીરજ

ચોપડા દ્વારા, પુરુષોના ભાલા ફેંકમાં જીત્યો હતો, જ્યારે દેશે સાત મેડલ સાથે રમતોમાં તેનું

શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande