મુંબઈ, નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) સુપરસ્ટાર રજનીકાંતની તબિયત અચાનક બગડતાં, તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ, સોમવારે રાત્રે રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતે અડધી રાત્રે પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. 73 વર્ષીય રજનીકાંતની હાલત હવે સ્થિર છે અને કેટલાક મેડિકલ ટેસ્ટ બાદ, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. રજનીકાંતની પત્ની લતાએ, તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. જોકે તેણે વધુ માહિતી આપી નથી. તેણે કહ્યું કે, અત્યારે બધું બરાબર છે. રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર બાદ, મોટી સંખ્યામાં તેમના ચાહકો સોશિયલ મીડિયા પર રજનીકાંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સંજીવ પાશ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ