એલેક્સ ટેલ્સ, ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે બ્રાઝિલની ટીમમાં જોડાયા
રિયો ડી જાનેરો, નવી દિલ્હી, 5 ઓક્ટોબર (હિ.સ.) બ્રાઝિલિયન ફૂટબોલ કોન્ફેડરેશન (સીબીએફ) એ શુક્રવારે જણાવ્યું હતું કે, બોટાફોગો ના લેફ્ટ-બેક એલેક્સ ટેલ્સને, ચિલી અને પેરુ સામે વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે બ્રાઝિલની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 31 વર્ષીય
એલેક્સ ટેલ્સ


રિયો ડી જાનેરો, નવી દિલ્હી, 5 ઓક્ટોબર (હિ.સ.) બ્રાઝિલિયન ફૂટબોલ કોન્ફેડરેશન (સીબીએફ) એ શુક્રવારે જણાવ્યું હતું કે, બોટાફોગો ના લેફ્ટ-બેક એલેક્સ ટેલ્સને, ચિલી અને પેરુ સામે વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે બ્રાઝિલની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

31 વર્ષીય ટેલેસ, એટ્લેટિકો માઈનીરોના ગુઈલહર્મે અરાનાનું સ્થાન લે છે, જેને કોપા ડુ બ્રાઝિલમાં વાસ્કો દ ગામા સામે 2-1 ની ઘરઆંગણાની જીત દરમિયાન ડાબા હાથની ઈજા થઈ હતી.

ટેલ્સ, જેમની કારકિર્દીમાં માન્ચેસ્ટર યુનાઈટેડ, ઈન્ટર મિલાન અને સેવિલા સહિતની ક્લબો માટે રમવાનો સમાવેશ થાય છે, તે 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી બ્રાઝિલ માટે 12 વખત રમ્યો છે.

એન્ટીરીયર ક્રુસિએટ લિગામેન્ટ ફાટવાના કારણે ગ્લીસન બ્રેમરને ટીમમાંથી બહાર કરાયાના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં તેમનું પુનરાગમન થયું હતું. પેરિસ સેન્ટ-જર્મૈનના લુકાસ બેરાલ્ડોએ જુવેન્ટસના સેન્ટ્રલ ડિફેન્ડરનું સ્થાન લીધું.

બ્રાઝિલ 10 ઓક્ટોબરે, સેન્ટિયાગોમાં ચિલી અને પાંચ દિવસ પછી બ્રાઝિલિયામાં પેરુ સામે ટકરાશે. પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન હાલમાં દક્ષિણ અમેરિકાના ક્વોલિફાઈંગ ગ્રુપમાં પાંચમા સ્થાને છે, જેણે તેમની પ્રથમ આઠ મેચમાંથી માત્ર ત્રણ જ જીત મેળવી છે. ચિલી અને પેરુ અનુક્રમે નવમા અને 10મા ક્રમે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande