ભારત, બે મહિલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મૈત્રીપૂર્ણ મેચ માટે માલદીવની મુલાકાત કરશે 
નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય મહિલા ફૂટબોલ ટીમ, બે ફિફા આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચો માટે માલદીવની મુલાકાત કરશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) એ, શુક્રવારે ઉપરોક્ત જાહેરાત કરી હતી. ભારત, 30 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીએ બેંગલુરુમાં પાદુકોણ-
ભારતીય મહિલા ફૂટબોલ ટીમ


નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.). ભારતીય મહિલા ફૂટબોલ ટીમ, બે ફિફા આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચો માટે માલદીવની મુલાકાત કરશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) એ, શુક્રવારે ઉપરોક્ત જાહેરાત કરી હતી.

ભારત, 30 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીએ બેંગલુરુમાં પાદુકોણ-દ્રવિડ સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સમાં માલદીવ સામે ટકરાશે. મેચો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે.

13 ડિસેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલી તાજેતરની ફીફા રેન્કિંગ અનુસાર, ભારત 69મા ક્રમે છે, જ્યારે માલદીવ 163મા ક્રમે છે. બ્લુ ટાઇગ્રેસેસ, છેલ્લે ઓક્ટોબરમાં એસએએફએફ મહિલા ચેમ્પિયનશિપમાં રમી હતી, જ્યાં તેઓ સેમિફાઇનલમાં નેપાળ સામે હારી ગયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande