ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 78 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.). ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 78 ડોલર આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 75 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અન
ક્રુડ ઓઈલ


નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.). ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 78 ડોલર આસપાસ છે અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 75 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના પ્રથમ દિવસે, બ્રાન્ડેડ ક્રૂડ 0.27 ડોલર એટલેકે 0.36 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 77.77 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.18 ડોલર એટલેકે 0.24 ટકા ઘટીને બેરલ દીઠ 74.20 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, નવી દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા, કલકતામાં પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande