નવી દિલ્હી, 19 ડિસેમ્બર (હિં.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ તેની
મહારાષ્ટ્ર સ્થિત ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (એફટીઓ) માટે 31 સિંગલ એન્જિન
એરક્રાફ્ટ સહિત 34 ટ્રેનર
એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. આ એરક્રાફ્ટની ડિલિવરી આવતા વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં
થવાની ધારણા છે.
કંપનીએ ગુરુવારે 'એક્સ' પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં કહ્યું કે,” અમે આવતા વર્ષે
મહારાષ્ટ્રના અમરાવતીમાં અમારી ફ્લાઇંગ સ્કૂલ માટે 34 ટ્રેનર વિમાનનો ઓર્ડર આપ્યો છે. અમે
મહત્વાકાંક્ષી પાઇલટ્સને સશક્ત બનાવવા અને ભારતના ઉડ્ડયન ઇકોસિસ્ટમને મજબૂત કરવા
માટે પ્રતિબદ્ધ છીએ.”
એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે,” આમાં અમેરિકામાં પાઇપર
એરક્રાફ્ટના 31 સિંગલ-એન્જિન
એરક્રાફ્ટ અને ઑસ્ટ્રિયા સ્થિત, ડાયમંડ એરક્રાફ્ટના ત્રણ ટ્વીન-એન્જિન એરક્રાફ્ટના
સપ્લાયના ઓર્ડરનો સમાવેશ થાય છે.” એર ઈન્ડિયાની એવિએશન એકેડમીના ડાયરેક્ટર સુનિલ
ભાસ્કરને જણાવ્યું હતું કે,”એફટીઓ એર ઈન્ડિયા
અને દેશના ઉડ્ડયન ઉદ્યોગ બંને માટે લાયકાત ધરાવતા પાઈલટોની આત્મનિર્ભર ઈકોસિસ્ટમ
બનાવવામાં મદદ કરશે.”
ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રૂપની માલિકીની એરલાઈન કંપની એર
ઈન્ડિયાની એરક્રાફ્ટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (એફટીઓ)ની સ્થાપના મહારાષ્ટ્રના અમરાવતીમાં બેલોરા
એરપોર્ટ પર થઈ રહી છે. નિયમનકારી મંજુરી મળ્યા બાદ, તે આવતા વર્ષના ઉત્તરાર્ધ સુધીમાં કાર્યરત
થવાની ધારણા છે. આ સિવાય એરલાઈને હરિયાણાના ગુરુગ્રામમાં, તેની નવી એવિએશન
ટ્રેનિંગ એકેડમી ખોલી છે. એર ઈન્ડિયા હાલમાં તેના કાફલા અને નેટવર્કના વિસ્તરણમાં
વ્યસ્ત છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ