ભારત અને માલદીવ વચ્ચે વાતચીત, રૂ-પે કાર્ડ દ્વારા પેમેન્ટ શરૂ
નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વચ્ચે, સોમવારે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે કરન્સી સ્વેપ, કાયદાનો અમલ, ભ્રષ્ટાચાર
આપ-લે


નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના

રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વચ્ચે, સોમવારે વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની

વાતચીત થઈ હતી.

આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે કરન્સી સ્વેપ, કાયદાનો અમલ, ભ્રષ્ટાચાર

વિરોધી, ન્યાયિક

અધિકારીઓની તાલીમ અને રમતગમતના ક્ષેત્રમાં સહયોગ સંબંધિત પાંચ સમજૂતીઓ પર

હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓ માલદીવમાં રૂ-પેકાર્ડ પેમેન્ટ

સિસ્ટમની શરૂઆતના સાક્ષી બન્યા. ઉપરાંત, હનીમાધુ ઇન્ટરનેશનલ એરપોર્ટ, માલદીવના નવા રનવેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હતુ, અને એક્ઝિમ બેંક બાયર્સ ક્રેડિટ ફેસિલિટી દ્વારા બાંધવામાં આવેલા 700 વિશેષ

મકાનો સોંપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદી અને મહેમાન નેતા મોહમ્મદ મોઈઝુ વચ્ચે આજે

દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વાતચીત થઈ હતી. વાતચીત બાદ બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ

સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન બંને દેશો વચ્ચે એમઓયુની આપ-લે કરવામાં આવી

હતી.

વડાપ્રધાને પોતાના નિવેદનમાં કહ્યું કે,” બંને દેશોએ મુક્ત

વેપાર કરાર પર ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. અમે સ્થાનિક ચલણમાં ટ્રેડિંગ પર પણ

કામ કરીશું. આ સિવાય ડિજિટલ કનેક્ટિવિટી પર ફોકસ કરવામાં આવશે. ઉજ્જવળ ભવિષ્યના

નિર્માણ માટે બંને દેશો સાથે મળીને કામ કરશે.” તેમણે કહ્યું કે,” ભારત બેંગલુરુમાં

અડ્ડુ અને માલદીવમાં કોન્સ્યુલેટ ખોલવામાં રસ ધરાવે છે.”

તેમણે કહ્યું કે,” ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સદીઓ

જૂના છે. ભારત માલદીવનો, સૌથી નજીકનો પાડોશી અને ગાઢ મિત્ર છે. અમારી પડોસી

પ્રથમ નીતિ અને સાગર વિઝનમાં પણ માલદીવનું મહત્વનું સ્થાન છે.

આજે અમે અમારા પરસ્પર સહયોગને, વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક, આર્થિક અને

દરિયાઈ સુરક્ષા ભાગીદારીનો અભિગમ અપનાવ્યો છે.”

ભારત સરકારની પડોસી પ્રથમની નીતિનો ઉલ્લેખ કરતાં

પ્રધાનમંત્રીએ કહ્યું કે,” ભારતે હંમેશા માલદીવ માટે પ્રથમ સહાયકની ભૂમિકા ભજવી

છે. માલદીવના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતો પૂરી કરવી હોય, કુદરતી આફતો

દરમિયાન પીવાનું પાણી પૂરું પાડવું હોય કે પછી કોવિડ દરમિયાન રસી આપવી હોય, ભારતે હંમેશા

તેના પાડોશી તરીકેની જવાબદારી નિભાવી છે.”

તેમણે કહ્યું કે,” જળવાયુ પરિવર્તન બંને દેશો માટે મોટો

પડકાર છે. આ સંદર્ભમાં, ભારત માલદીવ સાથે,

સૌર અને ઉર્જા કાર્યક્ષમતાના સંદર્ભમાં તેના અનુભવો શેર કરવા તૈયાર છે. આવનારા

સમયમાં ભારત અને માલદીવ યુપીઆઈદ્વારા જોડાશે. એકતા હાર્બર પ્રોજેક્ટમાં ઝડપથી કામ ચાલી

રહ્યું છે. અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે માલદીવના

રાષ્ટ્રીય સંરક્ષણ દળોની તાલીમ અને ક્ષમતા નિર્માણ તરફ અમારો સહયોગ ચાલુ રાખીશું.”

માલદીવના રાષ્ટ્રપતિએ આ મુશ્કેલ સમયમાં મદદ અને બજેટરી સહાય

માટે તેમના દેશનો આભાર માન્યો. પ્રમુખ મોઇઝુએ કહ્યું કે,” ભારત માળખાકીય સુવિધાઓના

વિકાસમાં માલદીવનું મુખ્ય ભાગીદાર છે. ભારત દરિયાઈ સુરક્ષા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ

ભાગીદાર છે.” રાષ્ટ્રપતિએ કહ્યું કે,” તેમના નેતૃત્વમાં માલદીવ્સ ભારત સાથે

સંબંધોને મજબૂત કરવા આતુર છે. તેમને આશા છે કે, બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપાર

સમજૂતી પર ચર્ચા ટૂંક સમયમાં પૂર્ણ થશે. તેમજ ભારતમાંથી વધુ પ્રવાસીઓ માલદીવ આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande