મહિલા ટી-20 વર્લ્ડ કપઃ સેમિફાઇનલમાં પહોંચવાનો ભારતનો રસ્તો મુશ્કેલ, આ છે સંપૂર્ણ સમીકરણ-
નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) ભારતે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે, 52 રને હાર્યા બાદ દુબઈમાં પાકિસ્તાન સામે, છ વિકેટથી જીત મેળવીને આઈસીસીમહિલા ટી-20 વર્લ્ડ કપમાં તેમના અભિયાનને પુનર્જીવિત કર્યું. આ જીતથી ભારતને ગ્રુપ એ-માં તેના પ્ર
જોોક


નવી દિલ્હી, 7 ઓક્ટોબર (હિં.સ.) ભારતે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે, 52 રને હાર્યા બાદ

દુબઈમાં પાકિસ્તાન સામે, છ વિકેટથી જીત મેળવીને આઈસીસીમહિલા ટી-20 વર્લ્ડ કપમાં

તેમના અભિયાનને પુનર્જીવિત કર્યું. આ જીતથી ભારતને ગ્રુપ એ-માં તેના પ્રથમ પોઈન્ટ

મળ્યા છે.જ્યારે પાકિસ્તાને પહેલા જ શ્રીલંકાને હરાવીને પોતાનું

ખાતું ખોલ્યું હતું.

ગ્રૂપ-સ્ટેજની બે મેચો બાકી હોવાથી, ભારતે સેમિફાઇનલ

માટે ક્વોલિફાય કરવાની તેમની તકોને મજબૂત કરવા માટે, બંને જીતવાની જરૂર પડશે. દરેક

જૂથમાંથી ફક્ત ટોચની બે ટીમો જ આગળ વધશે, અને ભારત મહત્તમ છ પોઈન્ટ સુધી પહોંચી

શકશે. તે કિસ્સામાં, જો ન્યુઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો ભારત માટે

ક્વોલિફાય થવા માટે છ પોઈન્ટ પૂરતા હશે.જો પાકિસ્તાન

તેની બાકીની મેચમાંથી માત્ર એક જ જીતે.

જો પાકિસ્તાન અને ભારત તેમની બાકીની દરેક મેચ જીતે છે, અને

ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે જીતે છે, તો છ પોઈન્ટ પર ત્રણ-તરફી ટાઈ થશે જે નેટ રન રેટ દ્વારા

ઉકેલવામાં આવશે.

જો ભારત શ્રીલંકાને હરાવીને, તેની અંતિમ ગ્રુપ મેચમાં

ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે, તો તેની લાયકાતની આશા અન્ય પરિણામો પર નિર્ભર રહેશે. આ માટે

ન્યૂઝીલેન્ડને, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન બંને સામે હારનો સામનો કરવો પડશે અથવા

ઓસ્ટ્રેલિયાને, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડશે. તે

કિસ્સામાં, ત્રણેય ટીમો ચાર

પોઈન્ટ પર ટાઈ થશે અને નેટ રન રેટ બીજા ક્વોલિફાયરને નિર્ધારિત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande