ગીર સોમનાથ 21 નવેમ્બર (હિ.સ.)
કોડીનાર
ગીર સોમનાથ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા પોષણક્ષમ ભાવ અને હરાજી બંધ કરાવી તે માટે માર્કેટિંગ યાર્ડ ખાતે ધરણા ના કાર્યક્રમ અને મામલતદાર અને કલેક્ટરને આવેદન
કોડીનાર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતની મગફળી તથા સોયાબીનમાં ૨૦કિલો એ ૨૫૦ થી ૪૦૦ સુધી ટેકાના ભાવની ખરીદી થી ઓછા ભાવે મળે એટલે છેલ્લા ચાર, પાંચ દિવસથી ખેડૂતો તથા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કોબાળો મચાવી હરાજી બંધ કરાવી ત્યારે પુરતા ભાવ મળે તે માટે કોડીનાર મામલતદાર મારફત કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ને આવેદનપત્ર પાઠવેલ તથા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા નો કાર્યક્રમ અને જિલ્લા ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માં આવ્યો હતો. આજરોજ તરણામાં પ્રદેશ મહામંત્રી માનસિંગભાઈ ડોડીયા, અજીતભાઈ ડોડીયા ચેરમેન ખેડૂત કોંગ્રેસ સમિતિ, જગુભાઈ મોરી, ગોવિંદભાઈ મોરી સહિત મોટી સંખ્યામાં લોકો ધરણામાં બેઠા હતા
ક્યારે માર્કેટિંગ યાર્ડ અધિકારી ને પૂછતા જણાવેલ કે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ માં ભાવ સરખો છે તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાજસ્થાનની મગફળી૮૯૦ રૂપિયા ૨૦ કિલો અહીં આ પહોંચ આવે છે તો વેપારીઓ ઊંચા ભાવે ખરીદે તો વેચવા કયા ક્યાં જવાની છે ને ક્યાંય ઊંચો ભાવ મળતો હોય તો તે ઊંચા ભાવે ખરીદે હાલ સારી મગફળીને ૧૨૮૦ આસપાસ આવે છે ત્યારે ખેડૂતોને સમજાવીએ છે કે ટેકાના ભાવે ૧૩૫૦ મળે છે તો ત્યાં આપો પણ ખેડૂત ને ત્યાં દેવી નથી અને વેપારીને ઊંચા ભાવે ખરીદી પોસાઇ એમ ન હોય
કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં રોજ છ થી સાત હજાર બોરીની આવક છે છેલ્લા ચાર દિવસથી માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો એ આવક બંધ કરાવી છે
વેપારી મિત્રો જણાવે છે કે મગફળીની ખરીદી પછી તો ઓલ કે માપ મજૂરી અને કપથ વેચયે તોઇ કાંઈ વધતું નથી રાજસ્થાનની મગફળીની આવક શરૂ થતા મગફળીના ભાવ ક્યાંય વધતા ન હોય તો ઊંચા ભાવે લઈને રોકાણ કેમ કરવું પોસાઇ
યાર સત્તાવાળા એ ખેડૂતોને બોલાવીને સમજાવ્યા કે જેણે વહેચવી હોય વેચે અને બપોર બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી ધરણાના કાર્યક્રમમાં પીઆઇ એન .આર .પટેલ તથા પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડમાં હાજર હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ