ઝાલોદ પાલિકાના અણઘડ વહીવટથી લોકોમાં નારાજગી:હાઇવે પર આડેધડ કામોથી હાલાકી 
-ચીફ ઓફિસર અને ઈજનેર પ્લાનિંગ વગરના કામોથી શહેરીજનો પરેશાન બન્યા દાહોદ, 24 નવેમ્બર (હિ.સ.). દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાની કામગીરી ઘણા સમયથી વિવાદમાં જોવા મળી છે.પાલિકાના ચીફ ઓફિસર અને ઈજનેર રોડ રસ્તા અને કોન્ટ્રાકટના કામોમાં અણઘડ વહીવટ કરતા હોવ
ઝાલોદ પાલિકાના ખડે ગયેલ તંત્ર ની તસ્વીર


-ચીફ ઓફિસર અને ઈજનેર પ્લાનિંગ વગરના કામોથી શહેરીજનો પરેશાન બન્યા

દાહોદ, 24 નવેમ્બર (હિ.સ.). દાહોદ જિલ્લાની ઝાલોદ નગર પાલિકાની કામગીરી ઘણા સમયથી વિવાદમાં જોવા મળી છે.પાલિકાના ચીફ ઓફિસર અને ઈજનેર રોડ રસ્તા અને કોન્ટ્રાકટના કામોમાં અણઘડ વહીવટ કરતા હોવાથી રોષ જોવા મળ્યો છે.પાલિકામાં વહીવટદાર શાસનમાં શહેરીજનો ત્રાસી ગયા હોવાનું જાણવા મળેલ છે.શહેરમાં સમસ્યા દૂર કરવાની જગ્યાએ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે.પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે હાઇવે પર ખાડા ખોદી નાખવામાં આવતા કાદવ- કીચડથી રાહદારીઓ પરેશાન બન્યા હતા.તેમજ પાલિકના ઈજનેર દ્વારા નવીન બનાવેલ સીસી રસ્તાનું લેવલ પ્રમાણે બનાવવામાં ન આવતા નવો રસ્તો ખાડામાં બેસી ગયેલો જોવા મળેલ છે.લાખ્ખોના ખર્ચે બનાવેલ રસ્તો લેવલીંગ ન જાળવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.પાલિકાના અધિકારીઓ શહેરીજનોને સુવિધાનું આયોજન કરવાનું હોય ત્યારે સમસ્યા અપાતા હોય તેમ લાગી રહ્યું છે.શહેરમાં ધૂળ, ગંદકી , ડોર ટુ ડોર કચરા કલેશન વાહનની અનિયમિતતા જેવા શહેરમાં અનેક પ્રસ્નો છે.ત્યારે પાલિકા ક્યારે એક્શનમાં આવીને સમસ્યા દૂર કરશે એ મોટો સવાલ જોવા મળ્યો છે. ફોટો ઝાલોદ નગર પાલિકાની કામ કરવાની નીતિરીતિના કારણે શહેરમાં લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઘણા સમયથી વહીવટદાર શાસનથી લોકો ત્રસ્ત બન્યા છે.પાલિકા બોર્ડના પ્રાદેશિક કમિશનર ઝાલોદ શહેરમાં ઓચિંતી મુલાકાત લઈને શહેરીજનોના સમસ્યા સંબધિત અભિપ્રાય મેળવે તો પાલિકાની કામગીરીની પોલ બહાર આવવાની શક્યતાઓ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande