નેપાળ અને ભારત વચ્ચે બે નવી ટ્રાન્સમિશન લાઇન પર સૈદ્ધાંતિક કરાર
કાઠમંડુ, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). નેપાળ અને ભારત વચ્ચે બે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સમિશન લાઇન પર એક સૈદ્ધાંતિક કરાર થયો છે. નવી દિલ્હીની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને પરત ફરેલા ઉર્જા મંત્રી દીપક ખડકાએ, આજે ​​આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, નેપ
નેપાળ અને ભારત વચ્ચે સૈદ્ધાંતિક કરાર


કાઠમંડુ, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). નેપાળ અને ભારત વચ્ચે બે આંતરરાષ્ટ્રીય ટ્રાન્સમિશન લાઇન પર એક સૈદ્ધાંતિક કરાર થયો છે. નવી દિલ્હીની ત્રણ દિવસની મુલાકાત પૂર્ણ કરીને પરત ફરેલા ઉર્જા મંત્રી દીપક ખડકાએ, આજે ​​આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, નેપાળમાં ઈનરૂવા અને ભારતમાં પૂર્ણિયાને જોડતી 400 કેવી ટ્રાન્સમિશન લાઇન અને સમાન ક્ષમતાની લમકી-બરેલી ટ્રાન્સમિશન લાઇન માટે રોકાણના ફોર્મેટ પર બંને દેશો વચ્ચે સૈદ્ધાંતિક કરાર થયો છે. ઇનારુવા-પૂર્ણિયા ટ્રાન્સમિશન લાઇનને 2027-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. લમકી (દોધરા) - બરેલી 400 કેવી ટ્રાન્સમિશન લાઇનને 2028-2029 સુધીમાં પૂર્ણ કરવા માટે પણ સંમત થયા છે.

નેપાળ આ બંને ટ્રાન્સમિશન લાઇનને ન્યુ બુટવાલ-ગોરખપુર ટ્રાન્સમિશન લાઇનના ભારતીય વિભાગની તર્જ પર બનાવવાની દરખાસ્ત કરી રહ્યું હતું. તેમણે કહ્યું કે તેમણે નવી દિલ્હીમાં ભારતીય મંત્રી મનોહર લાલ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. ખડકાએ કહ્યું કે, નેપાળ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટી અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા આના પર સાથે મળીને કામ કરશે.

ખડકાના જણાવ્યા અનુસાર, નેપાળ અમેરિકાના એમસીસી પ્રોજેક્ટની ગ્રાન્ટથી તેના હિસ્સાનું નિર્માણ કાર્ય કરશે. આ માહિતી ભારતને આપવામાં આવી છે. નેપાળ બોર્ડરથી ભારતમાં ગોરખપુર સુધી બાંધકામ માટે બંને દેશોની સરકારી કંપનીઓને મર્જ કરીને, સંયુક્ત સાહસ કંપની બનાવવા પર પણ સહમતિ બની છે. આમાં બંને દેશોનો સમાન હિસ્સો હશે. ટૂંક સમયમાં બંને દેશોના ઉર્જા સચિવો લેખિત કરાર પર હસ્તાક્ષર કરશે.

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande