ઓમાન અને ભારત આજે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે; પ્રધાનમંત્રી મોદી મસ્કત પહોંચ્યા
મસ્કત (ઓમાન), નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ): ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા છે. તેઓ બે દિવસ રોકાશે અને ઓમાનના નેતૃત્વ સાથે વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર
પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ પર ઓમાનના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઇદ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત


મસ્કત (ઓમાન), નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ): ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના ત્રણ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ઓમાનની રાજધાની મસ્કત પહોંચ્યા છે. તેઓ બે દિવસ રોકાશે અને ઓમાનના નેતૃત્વ સાથે વાટાઘાટો કરશે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર આજે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. બુધવારે મસ્કત પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું હોટેલમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મસ્કતમાં આગમનની યાદગાર ક્ષણો શેર કરી. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા શુક્રવારે ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર કરારને મંજૂરી આપી હતી. આ કરાર માટે વાટાઘાટો, જેને સત્તાવાર રીતે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઇપીએ) નામ આપવામાં આવ્યું છે, ઔપચારિક રીતે નવેમ્બર 2023 માં શરૂ થઈ હતી, અને આ વર્ષે અંતિમ વાટાઘાટો પૂર્ણ થઈ હતી. પ્રધાનમંત્રી મોદી, ઓમાનમાં સુલતાન તારિક સાથે ચર્ચા કરશે. તેઓ ભારતીય પ્રવાસીઓની એક સભાને પણ સંબોધિત કરશે.

મસ્કત પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ પર ઓમાનના નાયબ વડા પ્રધાન સૈયદ શિહાબ બિન તારિક અલ સઇદ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોદી સુલતાન હૈથમ બિન તારિકના આમંત્રણ પર ઓમાન પહોંચ્યા. આ તેમની ગલ્ફ રાષ્ટ્રની બીજી મુલાકાત છે. તે ભારત અને ઓમાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પણ છે.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ લખ્યું, મસ્કત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ ઓમાનના નાયબ વડા પ્રધાન (સંરક્ષણ બાબતો) સૈયદ શિહાબ બિન તારિક અલ સઇદનો ખૂબ ખૂબ આભાર. અમારી ખૂબ સારી વાતચીત થઈ, ભારત-ઓમાન મિત્રતા પર અમારા વિચારો શેર કર્યા. જોર્ડન અને ઇથોપિયાની સફળ મુલાકાતો પૂર્ણ કર્યા પછી વડા પ્રધાન મોદી ઓમાન પહોંચ્યા.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર એક સંદેશમાં બંને દેશો વચ્ચેના સ્થાયી સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, હું મસ્કત, ઓમાનમાં ઉતર્યો છું. તે ભારત સાથે સ્થાયી મિત્રતા અને ઊંડા ઐતિહાસિક સંબંધોની ભૂમિ છે. આ મુલાકાત સહયોગના નવા માર્ગો શોધવા અને આપણી ભાગીદારીને નવી ગતિ આપવાની તક પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઓમાનમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો. અહીં ભારતીય સમુદાયનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર ભારત અને ઓમાન વચ્ચેના મજબૂત લોકો-થી-લોકોના સંબંધોને પ્રતિબિંબિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande